જાન્યુઆરી 10, 2025 7:16 પી એમ(PM)

views 20

ઉત્તરાયણના પર્વ દરમિયાન પક્ષીઓને બચાવવા માટે રાજ્યભરમાં કરૂણા અભિયાનનો આજથી પ્રારંભ

ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થયા હોય તેવા પક્ષીઓને બચાવવા અને તે પક્ષીઓને સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં કરૂણા અભિયાનનો આરંભ થયો છે. ઉતરાયણના પર્વ દરમિયાન 20 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાનમા ઘાયલ થતાં પક્ષીઓને સારવાર મળી રહે તે માટે જિલ્લા, તાલુકા અને શહેર કક્ષાએ કંટ્રોલરૂમ અને સારવા...

જાન્યુઆરી 10, 2025 7:15 પી એમ(PM)

views 21

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ થશે

આવતીકાલથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો આરંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શરૂ થનારા આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં 46 દેશોના 143 પતંગ બાજો અવનવા પતંગો સાથે પતંગ ઉડાડશે. ભારતના અન્ય 11 રાજયોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ગુજરાતનાં 11 શહેરોમાંથી 417 જ...

જાન્યુઆરી 10, 2025 7:13 પી એમ(PM)

views 32

પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ ન થાય તે માટે રાજ્યના ડીજી અને આઇજી ઓફ પોલીસની કચેરી દ્વારા નાગરિકોને અપીલ

પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ ન થાય તે માટે રાજ્યના ડીજી અને આઇજી ઓફ પોલીસની કચેરી દ્વારા નાગરિકોને અપીલ છે. ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગકર્તા વિશે માહિતી હોય તો તાત્કાલિક 100 અને 112 નંબર અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેની માહિતી આપવા નાગરિકોને અપીલ કરાઇ ...

જાન્યુઆરી 10, 2025 7:12 પી એમ(PM)

views 30

રાજકોટ ખાતે રમાયેલી આર્યલેન્ડ સામેની પહેલી મહિલા ક્રિકેટ એક દિવસીય મેચમાં ભારતનો છ વિકેટે વિજય થયો

રાજકોટ ખાતે રમાયેલી આર્યલેન્ડ સામેની પહેલી મહિલા ક્રિકેટ એક દિવસીય મેચમાં ભારતનો છ વિકેટે વિજય થયો હતો. પ્રતિકા રાવલના આક્રમક 89, તેજલ હસાબનીસના 53 તેમજ કેપ્ટન સ્મૃતિ મંધાનાના 41 રનની મદદથી ભારતે વિજય મેળવ્યો હતો. ટોસ જીતીને પ્રવાસી આર્યલેન્ડની ટીમે નિર્ધારીત પચાસ ઓવરમાં સાત વિકેટે 238 રન કર્યા હતા....

જાન્યુઆરી 10, 2025 7:11 પી એમ(PM)

views 16

જંત્રી મામલે કોઇને પણ અન્યાય ન થાય તેની સરકાર ખાસ તકેદારી રાખશે :મંત્રી ઋષિકેશ પટેલ

જંત્રી મામલે કોઇને પણ અન્યાય ન થાય તેની સરકાર ખાસ તકેદારી રાખશે તેમ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. રાજ્યમાં જંત્રી અંગેના સરકારના નિર્ણય અંગે પત્રકારો દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈએ જંત્રીમાં સમય...

જાન્યુઆરી 10, 2025 7:09 પી એમ(PM)

views 18

ગોધરામાં પોલીસ ભરતી પ્રક્રિયાના આજે ત્રીજા દિવસે દાહોદ, છોટાઉદેપુર અરવલ્લી જિલ્લાના એક હજાર કરતાં વધુ ઉમેદવારોએ શારીરિક કસોટીમાં ભાગ લીધો

ગોધરામાં પોલીસ ભરતી પ્રક્રિયાના આજે ત્રીજા દિવસે દાહોદ, છોટાઉદેપુર અરવલ્લી જિલ્લાના એક હજાર કરતાં વધુ ઉમેદવારોએ શારીરિક કસોટીમાં ભાગ લીધો. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં 15 સ્થળોએ 12 હજાર 472 ઉમેદવારો માટેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આજે ગોધરા ખાતે 1 હજાર 600 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા.

જાન્યુઆરી 10, 2025 7:06 પી એમ(PM)

views 28

અમદાવાદના થલતેજની ઝેબર શાળામાં એક વિદ્યાર્થિનીનું મોત થયું

અમદાવાદના થલતેજની ઝેબર શાળામાં એક વિદ્યાર્થિનીનું મોત થયું છે. ધોરણ 3 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શાળાની સીડી ચડતી વખતે અચાનક છાતીમાં દુખાવો થતાં તેણી ત્યાં જ ઢળી પડી હતી. તાત્કાલિક આ વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે હોસ્પિટલના તબીબોએ વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જ...

જાન્યુઆરી 10, 2025 7:05 પી એમ(PM)

views 28

મહીસાગર જિલ્લામાં આજે જિલ્લાકક્ષાની સ્વાસ્થ્ય પરિષદનું આયોજન થયું

મહીસાગર જિલ્લામાં આજે જિલ્લાકક્ષાની સ્વાસ્થ્ય પરિષદનું આયોજન થયું. માતા અને બાળ મરણ, કુપોષણમાં ઘટાડો તેમજ બિનચેપી રોગોને અટકાવવા માટે અસરકારક આયોજન તથા અમલ માટે કલેકટરના અધ્યક્ષસ્થાને આ પરિષદ યોજાઇ. આ પરિષદમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, છેવાડાનો એકપણ વ્યક્તિ આરોગ્યની સુવિધાથી વંચિત ન રહે તે મા...

જાન્યુઆરી 10, 2025 7:02 પી એમ(PM)

views 15

ગુણોત્સવના બીજા તબક્કા અંતર્ગત ડાંગ જિલ્લામાં ચાર સોપાનમાં શાળા મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી

ગુણોત્સવના બીજા તબક્કા અંતર્ગત ડાંગ જિલ્લામાં ચાર સોપાનમાં શાળા મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં 403 પ્રાથમિક શાળા, 49 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સ્વમૂલ્યાંકન, વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સરદાર વિદ્યાલય ખા...

જાન્યુઆરી 10, 2025 6:53 પી એમ(PM)

views 22

કેન્દ્રએ આજે રાજ્ય સરકારોને એક લાખ 73 હજાર 30 કરોડ રૂપિયાના કરવેરા ટ્રાન્સફર કર્યા

કેન્દ્રએ આજે રાજ્ય સરકારોને એક લાખ 73 હજાર 30 કરોડ રૂપિયાના કરવેરા ટ્રાન્સફર કર્યા. અગાઉ, ડિસેમ્બર 2024 માં 89 હજાર 86 કરોડ રૂપિયાની કરવેરા રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. એક નિવેદનમાં, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે આ મહિને રાજ્યોને તેમના મૂડી ખર્ચમાં વધારો કરવા અને વિકાસ અને કલ્યાણ ખર્ચને નાણાં પૂ...