ઓક્ટોબર 11, 2024 7:39 પી એમ(PM)

views 32

પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પી. કે. મિશ્રાએ વધુ વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો

પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પી. કે. મિશ્રાએ દિલ્હીમાં ધૂળમાં સમસ્યા ઉકેલવાના ભાગરૂપે ખુલ્લા વિસ્તારો અને રસ્તાની આજુબાજુમાં વધુ વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો છે. દિલ્હી સરકાર દ્વારા બોલાવેલી બેઠકમાં શ્રી મિશ્રાએ શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા ટૂંકા અને લાંબાગાળાના પગલાં ઝડપથી અમલમાં મૂકવા અને પ્રદૂષણને નિયંત્રણમાં લેવા કાયદાઓને અસરકારક રીતે અમલમાં મૂકવા પર પણ ભાર મૂક્યો હતો.

ઓક્ટોબર 11, 2024 6:24 પી એમ(PM)

views 44

ગાંધીનગર: મંત્રી ભાનુબેન બાબરિયા 5000 વૃક્ષોનાં વાવેતર અભિયાનમાં જોડાયા

‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ગાંધીનગરના રૂપાલ ગામે સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા 5000 વૃક્ષોનાં વાવેતર અભિયાનમાં જોડાયાં. મંત્રી ભાનુબેને આસોપાલવ અને ગરમાળો વૃક્ષનું વાવેતર કરી, અભિયાનનો આરંભ કરાવ્યો હતો. લોકભાગીદારી અને પંચાયતના સહયોગથી રૂપાલની જમીન ઉપર અલગ અલગ 28 જાતનાં વૃક્ષોનાં વાવેતર માટે લીઝ પર આપી છે. આ 5000 વૃક્ષોનું વાવેતર, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ગાંધીનગરના રૂપિયા સાડા સાત લાખના નાણાકીય સહયોગથી કરાઇ રહ્યું છે.