નવેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 44

રાજ્યના 61 માર્ગોને રૂ. 2,995 કરોડના ખર્ચે પહોળા કરાશે

રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા 2 હજાર 995 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન માટે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. રાજ્યના 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા 1 હજાર 646.44 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જ્યારે  15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા 580 કર...

નવેમ્બર 16, 2024 11:06 એ એમ (AM)

views 39

પીએમ મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે. ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામા પીએમ મોદી નાઈજીરીયાના રાષ્ટ્રપ્રમુખ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર નાઈજીરીયા જશે. 17 વર્ષમાં ભારતના કોઈ પ્રધાનમંત્રીની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત હશે. નાઈજીરિયામાં તેમના બે દિવસના રોકાણ દરમિયાન, પ્રધાનમંત્રી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટેના નાઈજીરીયાના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે. તેઓ નાઈજીરીયામાં ભારતીય સમુદાયના એક ...

નવેમ્બર 14, 2024 8:54 એ એમ (AM)

views 38

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે બિહારના જમુઈની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારના જમુઈની મુલાકાત લેશે જ્યાં તેઓ આદિવાસી ગૌરવ દિવસ પર આયોજિત ઉજવણીમાં ભાગ લેશે. આ ઘટના સાથે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી શરૂ થશે. શ્રી મોદી ભગવાન બિરસા મુંડાના સન્માનમાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કરશે. આ અવસરે, પ્રધાનમંત્રી આદિવાસી સમુદાયોના ઉત્થાન અને પ્રદેશના ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા માટે રૂ. 6,640 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

નવેમ્બર 14, 2024 8:45 એ એમ (AM)

views 57

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 66 ટકાથી વધુ મતદાન નોંધાયું – બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર થયો વેગીલો

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગઇકાલે 66 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ 20 નવેમ્બરે યોજાનાર બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ થઈ ગયો છે. NDA અને ઇન્ડી ગઠબંધન બંનેના નેતાઓ મતદારોને રીઝવવા વિવિધ મતવિસ્તારોમાં સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. આ શ્રેણીમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરશે

નવેમ્બર 11, 2024 9:52 એ એમ (AM)

views 45

આજથી ધોરડો ખાતે કચ્છ રણોત્સવનો પ્રારંભ થશે

કચ્છના સફેદ રણ ધોરડોમાં આજથી કચ્છ રણોત્સવનો પ્રારંભ થશે. જો કે, આજથી માત્ર ટેન્ટસિટી શરૂ કરવામાં આવશે. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો – ક્રાફટ બજાર વિગેરે આગામી પહેલી ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 7.42 લાખથી વધુ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. આ વર્ષે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની સંભાવનાના પગલે પરમિટ માટે ચાર નવી ટીકીટ બારી શરૂ કરવામાં આવી છે. આ સાથે ભૂજ થી ધોરડો સુધી બસો દોડાવવાનું પણ આયોજન કરાયું છે.

નવેમ્બર 11, 2024 9:32 એ એમ (AM)

views 36

મુખ્યમંત્રી આજે રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતભરમાં સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરુઆત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી આ ખરીદીનો આરંભ કરાવશે. રાજ્યમાં અંદાજે ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩ લાખ ૩૩ હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તે તમામ ખેડૂતો પાસેથી એક હજાર ૩૫૬ રૂપિયા અને ૬૦ પૈસા પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.

નવેમ્બર 11, 2024 8:53 એ એમ (AM)

views 42

પ્રધાનમંત્રી મોદી આજે વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં વર્ચ્યૂઅલ સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ખેડા જિલ્લાના વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી સમારોહમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. વડતાલમાં આવેલું સ્વામિનારાયણ મંદિર અનેક દાયકાઓથી લોકોના સામાજિક અને આધ્યાત્મિક જીવનની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ મંદિરનું નિર્માણ ભગવાન શ્રી સ્વામિનારાયણના આદેશ પર સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ અક્ષરાનંદ સ્વામીએ કરાવ્યું હતું. વડતાલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિ-શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે દેશ-હજારોની સંખ્યામ...

નવેમ્બર 7, 2024 9:13 એ એમ (AM)

views 81

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેવા રાજ્યોમાંથી 558 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે મહારાષ્ટ્ર, ઝારખંડ ઉપરાંત જ્યાં પેટા ચૂંટણીઓ યોજાવાની છે તેવા રાજ્યોમાંથી 558 કરોડ રૂપિયાની રોકડ, મતદારોને મફતમાં વહેંચવાની ચીજો, શરાબ, માદક પદાર્થો અને કિંમતી ધાતુઓ જપ્ત કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાંથી આશરે 280 કરોડ રૂપિયા અને ઝારખંડમાંથી 158 કરોડ રૂપિયાનાં મૂલ્યની ચીજો જપ્ત કરવામાં આવી છે. આ બંને રાજ્યોમાંથી થયેલી કુલ જપ્તી 2019ની વિધાનસભા ચૂંટણી કરતા ત્રણ ગણી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તમામ અધિકારીઓને ચૂંટણી દરમિયાન ભ્રષ...

નવેમ્બર 7, 2024 8:54 એ એમ (AM)

views 56

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાત કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. સામાજિક માધ્યમની પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ ટેકનોલોજી, સંરક્ષણ, ઊર્જા, અવકાશ સહિતનાં ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવા સાથે મળીને કામ કરવા આશાવાદી છે. પ્રધાનમંત્રીએ અમેરિકન કોંગ્રેસની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીનાં દેખાવ બદલ પણ શ્રી ટ્રમ્પને અભિનંદન આપ્યા હતા. વાતચીત દરમિયાન શ્રી ટ્રમ્પે જણાવ્યું કે, સમગ્ર વિશ્વ...

ઓક્ટોબર 19, 2024 8:37 એ એમ (AM)

views 39

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે. આ સપ્તાહ અંતર્ગત દરેક કર્મયોગીએ ઓછામાં ઓછા ચાર કલાકની યોગ્યતા સાથે જોડાયેલ શિક્ષણ પ્રાપ્ત કરવું પડશે. આ માટે મંત્રાલયો અને વિભાગ ક્ષેત્ર-વિશિષ્ય ક્ષમતાઓને વધારવા માટે વર્કશૉપ અને સેમિનારનું આયોજન કરશે. રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ - NLW વ્યક્તિગત સહભાગીઓ, મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના જોડાણ દ્વારા શીખવા માટે સમર્પિત રહેશે. NLW દરમિયાન દરેક કર્મયોગી ઓછામાં ઓછા 4 કલાકની યોગ્યતા-સંબંધિત શિક...