મે 22, 2025 11:23 એ એમ (AM)

views 46

સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી

સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી થઇ છે. પલસાણા ગ્રામ પંચાયતને વિશેષ શ્રેણી “Grassroot Level Initiatives for Deepening/Widening of Service Delivery” માટે આ પુરસ્કાર આપવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા ૧૦૦ ટકા વેરા વસુલાતની કામગીરી ઓનલાઈન કરવામાં આવે છે. આ ઉપરાંત, “Secure Palsana” અંતર્ગત ગ્રામ પંચાયતે ગામમાં વિવિધ જગ્યાએ અંદાજે 75 જેટલા સી.સી.ટી.વી કેમેરાની ગોઠવણી કરી છે. વિશાખાપટ્ટનમ ખાતે યોજાનાનાર ‘28મી નેશનલ ઈ-ગવર્નન...

ફેબ્રુવારી 3, 2025 8:32 એ એમ (AM)

views 34

કેન્દ્રીય અંદાજપત્રથી સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો : સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું કે, “આ વખતનું પહેલું કેન્દ્રીય અંદાજપત્ર એવું છે, જેમાં સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો છે.” સુરતમાં ગઈકાલે પત્રકાર પરિષદ સંબોધતા તેમણે કહ્યું, “આ અંદાજપત્રથી ખેડૂતો અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ- MSMEને લાભ થશે. ગત 10 વર્ષમાં દેશમાં આત્મનિર્ભરતા વધી હોવાનું પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું.

ડિસેમ્બર 23, 2024 10:10 એ એમ (AM)

views 43

વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં આપીએ : કેન્દ્રીય મંત્રી પાટિલ

વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળસંગ્રહ આપીએ તેમ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટિલે જણાવ્યું હતું. સુરતના વેસુ શ્યામ મંદિરેથી મહેંદીપુર બાલાજી મંદિર સુધીની જળસંચય મહિલા પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટિલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલે ઉપરોક્ત બાબત જણાવી હતી. કેન્દ્રીય મંત્રી પાટિલે આ અવસરે મહિલાઓને અનુરોધ કર્યો હતો કે, તેઓ તેમના પિયરનું ગામ દતક લઈને જળસંચયમાં સહભાગી બને અને અન્ય મહિલાઓને પણ જળસંચયની પ્રેરણા આપે. આ જળસંચય મહિ...

ડિસેમ્બર 16, 2024 11:24 એ એમ (AM)

views 57

સેમી કન્ડક્ટર ઉત્પાદનનું ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બનશે : સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ગઇકાલે સુરતથી સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ માટેના રાજ્યના પ્રથમ આઉટ સોર્સ્ડ પ્લાન્ટનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે સી આર પાટીલે ઈલેક્ટ્રોનિક ઉત્પાદન માટે સૌથી અગત્યનું રો-મટીરીયલ ગણાતા સેમી કન્ડક્ટર ઉત્પાદનનું ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુરતની સૂચિ સેમિકોન દ્વારા પલસાણા તાલુકાના બગુમરા ખાતે ૮૪૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે સ્થાપવામાં આવેલા આ પ્લાન્ટમાં ઈલેક્ટ્રોનિક ચીપ્સનું ઉત્પા...

ડિસેમ્બર 14, 2024 7:42 પી એમ(PM)

views 36

સુરત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પી. પી. સવાણી પરિવાર દ્વારા આયોજીત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં પી. પી. સવાણી પરિવાર દ્વારા આયોજીત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં. પિતાની છત્ર છાયા ગુમાવનારી 111 દિકરીઓના સમૂહ લગ્નોત્સવમાં તેઓ ઉપસ્થિત રહ્યાં હતા. સતત 15 વર્ષથી સમૂહ લગ્નના આ કાર્ય કરીને મહાદાન કર્યું છે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. આજે 16માં લગ્ન સમૂહમાં સામજિક સમરસતાના વાહક બન્યા હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. સુરત જવા માટે મુખ્યમંત્રી પર્યાવરણ મંત્રી મૂળભાઇ બેરા સાથે વંદેભારત ટ્રેનમાં ગાંધીનગરથી મુસાફરી કરીને સુરત પહોંચ્યા હતા. સંતો મહંતોની ...

ડિસેમ્બર 14, 2024 6:59 પી એમ(PM)

views 40

સુરત: વાહન વ્યવહાર રાજયમંત્રી હર્ષ સંઘવીએ 10 વોલ્વો બસને પ્રસ્થાન કરાવ્યું

રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેકટ કરવા માટે 10 નવિન હાઈટેક વોલ્વો બસોને સુરત ખાતે ફલેગ ઓફ આપી વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યુ હતું. આ બસો સુરતથી ગાંધીનગર સુધી તથા ગાંધીનગરથી સુરત બે બસો, સુરતથી નહેરૂનગર, નહેરૂનગરથી સુરત ચાર બસો તથા અન્ય ચાર બસો રાજકોટના રૂટ પર નિર્ધારિત કરેલા સમયમાં દોડશે. આ નવીન બસોમાં 47 સીટીંગ કેપેસીટી, 2X2 લેધર અને આરામદાયક પુશબેક સીટ, મોબાઈલ ચાર્જીંગ ફેસીલીટી, આ નવિન વોલ્વો બસ 13.50 મીટર લાંબી છે. એન્જીન કંમ્પાર્ટમેન્ટમાં ફાયર ડીટેકટશન અને સપ્રેસન સિ...

ડિસેમ્બર 2, 2024 10:32 એ એમ (AM)

views 34

હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું હતું. સુરત પોલીસ દ્વારા આ પહેલનું નામ 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌપ્રથમ વખત આ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ હવે સુરત પોલીસ આ અભિયાન થકી સમાજસેવાનું કાર્ય પણ કરશે. સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજમાં ડ્રગ્સના બંધાણીઓને નશાની લતમાંથી છોડાવવ...

નવેમ્બર 30, 2024 9:46 એ એમ (AM)

views 35

વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોની રોજગારીનું માધ્યમ : ગિરીરાજ સિંહ

વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોના રોજગારીનું માધ્યમ બન્યો છે, ત્યારે વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 અબજ ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે એમ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું. સુરતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહ ગઈ કાલે જણાવ્યું હતું કે, સુરત આપબળે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગના વિકાસનું મોડેલ બન્યું છે. તેમણે ઉમેર્યું કે, અસંગઠિત ક્ષેત્રમાંથી આ ઉદ્યોગ સખત મહેનત અને સૂઝબૂઝથી સંગઠિત થયો છે અને હવે ઝડપથી પ્રગતિના પંથે આગળ વધ્યો છે. સિંહે ...

નવેમ્બર 9, 2024 6:14 પી એમ(PM)

views 34

સુરત: ઉમેદવારો 10 નવેમ્બર સુધી પીએમ ઇન્ટર્નશીપ યોજનામાં નોંધણી કરાવી શકશે

કેન્દ્ર સરકાર દ્વારા 21 થી 24 વર્ષની વય જૂથના યુવકો માટે પીએમ ઇન્ટર્નશીપ યોજના 2024 શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સુરતના ઉમેદવારો 10 નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ યોજના અંતર્ગત યુવાનોને ભારતની અગ્રણી 500 કંપનીઓમાં 12 મહિના માટે કામ કરવાનો અવસર મળશે. સાથે જ ઇન્ટર્નશીપ કરતાં વિદ્યાર્થીને પ્રતિમાસ પાંચ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે.

ઓક્ટોબર 11, 2024 3:22 પી એમ(PM)

views 54

માંગરોળ સામૂહિક દુષ્કર્મના ફરાર આરોપીની અમદાવાદમાંથી ધરપકડ

સુરતના માંગરોળ સામૂહિક દુષ્કર્મનો ફરાર આરોપી ઝડપાયો છે. ફરાર આરોપી રામસજીવન ઉર્ફે રાજુ રામસબતની અમદાવાદમાંથી ધરપકડ કરાઇ છે. આરોપી મુંબઈ-અજમેર ટ્રેનમાં બેસી રાજસ્થાન ભાગે એ પહેલાં અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી પકડી પાડવામાં આવ્યો હતો. અમદાવાદ જિલ્લા એલસીબીએ આરોપીની ધરપકડ કરી છે. સુરત જિલ્લા પોલીસની ટીમ આરોપીનો કબ્જો લેવા અમદાવાદ રવાના થઈ છે. આ કેસમાં બે આરોપી પકડાયા હતાતેમાંથી એક આરોપીનું ગઇકાલે મોત થયું છે જ્યારે. ત્રીજો વોન્ટેડ આરોપી પકડાઇ જતાં હવે પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે.