ઓક્ટોબર 11, 2024 7:28 પી એમ(PM)

views 154

ભોપાલમાં નવરાત્રિના પર્વની હર્ષોલ્લાસ અને પરંપરાગત રીતે ઉજવણી

મધ્યપ્રદેશના ભોપાલમાં નવરાત્રિના પર્વની હર્ષોલ્લાસ અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ભોપાલના આ વર્ષે દોઢ હજારથી વધુ પંડાલોમાં માતાની સ્થાપના અને પૂજા કરવામાં આવી રહી છે. પંડાલોમાં અયોધ્યા ખાતેનું રામ મંદિર, અમરનાથ યાત્રા, પાકિસ્તાન ખાતેના હિંગળજ માતાજીના મંદિર સહિતની વિવિધ ઝાંખીઓ ભાવિકોને આકર્ષી રહી છે. વહીવટી તંત્રે દુર્ગા પૂજા અને દશેરા પર્વની ઉજવણી માટે વિશેષ વ્યવસ્થા કરી છે.

ઓક્ટોબર 11, 2024 3:28 પી એમ(PM)

views 49

ગાંધીનગર: આજે મહાનવમી પ્રસંગે રૂપાલ ખાતે વરદાયિની માતાની પલ્લી નિકળશે

આજે નવરાત્રિનો નવમો અને અંતિમ દિવસછે. નવમાં નોરતે માં દુર્ગાના સિદ્ધ દાત્રીદેવીની આરાધનાનો મહિમા છે. માં સિદ્ધ દાત્રી અણિમા, મહિમા,ગરિમા, લધિમા, પ્રાપ્તિ,પ્રાકામ્ય, ઇશિત્વ અને વિશિત્વ આઠ પ્રકારની સિદ્ધિઓના દાતા છે. તેમનું વાહન સિંહ છે. આજે મહાનવમી પ્રસંગે મધ્ય રાત્રીએ ગાંધીનગરના રૂપાલ ખાતે વરદાયિની માતાની પલ્લી નિકળશે. માતાની આ પલ્લી પર ઘી ચઢાવવાની દાયકાઓની જૂની પરંપરા છે. જેમાં પાંચથી સાત લાખ દર્શનાર્થી ઉમટે તેવી શક્યતાને જોતા જિલ્લા વહીવટીતંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. જ્યારે રાજ્યના અન્યસ્થળોએ ...