સપ્ટેમ્બર 9, 2026 6:27 પી એમ(PM)

views 44

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભીડ ઘટાડવા-ઝડપી સારવાર માટે નવી કતાર સિસ્ટમ લાગુ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા રોજના હજારો દર્દીઓને ઝડપી અને સુગમ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા નવી કતાર વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો અને કમિશ્નર ડો. સંધ્યા ભુલ્લરના માર્ગદર્શન હેઠળ દર્દીઓનો સમય બચાવવા અને ભીડ નિયંત્રિત કરવા માટે આ નવીન વ્યવસ્થા શરૂ કરાઈ છે. 'પેશન્ટ ફ્લો' સુવ્યવસ્થિત કરવાનો મુખ્ય હેતુ  આ નવી સિસ્ટમ અંગે માહિતી આપતા હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ તમામ પ્રયાસોનો મુખ્ય હેતુ માત્...

જાન્યુઆરી 15, 2025 2:58 પી એમ(PM)

views 52

ઉત્તરાયણમાં 37 દર્દીઓને ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી

ઉત્તરાયણ પર્વ દરમિયાન અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ડોકટરની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જેથી કોઈ દર્દી સારવાર માટે આવે તો ઝડપથી સારવાર આપી શકાય. સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણના પર્વ દરમિયાન 37 દર્દીઓને ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી હતી. જેમાંથી 33 દર્દીઓને OPDમાં સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે. દોરીથી ગળું તેમજ નાકે ઈજા પહોંચનાર 4 દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.