સપ્ટેમ્બર 29, 2024 3:08 પી એમ(PM)

views 31

મોરબીમાં આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે મેરેથૉન અને સાઈક્લોથૉન યોજાઈ

મોરબીમાં આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે મેરેથૉન અને સાઈક્લોથૉન યોજાઈ ગઈ, જેમાં મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, યુવાનો સહિત એક હજાર 500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક, તબીબોએ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ તરફ જામનગરમાં 108 એમ્બુલન્સ ઇમરજન્સી ટીમે વિશ્વ હૃદય દિવસની ઉજવણી નિમિત્તે પોલીસ વિભાગ અને એસ. ટી. વિભાગના કર્મચારીઓની આરોગ્યની ચકાસણી કરી તેમને માર્ગદર્શન આપ્યું હતું.

સપ્ટેમ્બર 29, 2024 1:58 પી એમ(PM)

views 20

આજે વિશ્વભરમાં વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે વિશ્વભરમાં વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે 29મી સપ્ટેમ્બરે, આ દિવસ હૃદયરોગના રોગો વિશે જાગૃતિ લાવવા અને વૈશ્વિક સ્તરે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ ‘યુઝ હાર્ટ ફોર એક્શન’ છે જે લોકોને તેમના હૃદયની સંભાળ રાખવા અને તેમના સમુદાયોમાં સ્વસ્થ હૃદય રહી શકે તેવા વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે સક્રિય પગલાં લેવા પ્રોત્સાહિત કરે છે. આ પ્રસંગે કેન્દ્રીય લઘુમતી અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટથી ભારત ...