નવેમ્બર 11, 2024 9:32 એ એમ (AM)

views 30

મુખ્યમંત્રી આજે રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતભરમાં સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરુઆત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી આ ખરીદીનો આરંભ કરાવશે. રાજ્યમાં અંદાજે ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩ લાખ ૩૩ હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તે તમામ ખેડૂતો પાસેથી એક હજાર ૩૫૬ રૂપિયા અને ૬૦ પૈસા પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.

નવેમ્બર 11, 2024 8:53 એ એમ (AM)

views 41

પ્રધાનમંત્રી મોદી આજે વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં વર્ચ્યૂઅલ સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ખેડા જિલ્લાના વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી સમારોહમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. વડતાલમાં આવેલું સ્વામિનારાયણ મંદિર અનેક દાયકાઓથી લોકોના સામાજિક અને આધ્યાત્મિક જીવનની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ મંદિરનું નિર્માણ ભગવાન શ્રી સ્વામિનારાયણના આદેશ પર સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ અક્ષરાનંદ સ્વામીએ કરાવ્યું હતું. વડતાલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિ-શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે દેશ-હજારોની સંખ્યામ...

નવેમ્બર 9, 2024 6:12 પી એમ(PM)

views 30

રાજ્યમાં 3 લાખથી વધુ સ્વ-સહાય જૂથો કાર્યરત, 30 લાખથી વધુ ગરીબ મહિલાઓના આર્થિક ઉન્નતિના દ્વાર ખુલ્યા

રાજ્યમાં ગ્રામીણ મહિલાઓ સ્વ-સહાય જૂથની રચના કરીને “આત્મનિર્ભરતા” તરફ ડગ માંડી રહી છે. રાજ્યમાં 3 લાખથી વધુ સ્વ-સહાય જૂથો કાર્યરત છે. 30 લાખથી વધુ ગરીબ મહિલાઓના આર્થિક ઉન્નતિના દ્વાર ખુલ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 1 લાખ 18 હજારથી વધુ સ્વ-સહાય જૂથોને 37 હજાર 667 કરોડ રૂપિયાથી વધુની કેશ ક્રેડિટ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૨ લાખથી વધુ સ્વ-સહાય જૂથોને 182 કરોડથી વધુ રિવોલ્વિંગ એટલે કે ફરતુ ફંડ આપવામાં આવ્યું છે. રાજ્યમાં 1 લાખ 28 હજારથી વધુ સ્વ-સહાય જૂથોને અત્યાર સુધીમાં ...

નવેમ્બર 9, 2024 10:23 એ એમ (AM)

views 41

વિશ્વ જાહેર પરિવહન દિવસ : ગુજરાત એસટી નિગમ ખરેખર આજના દિવસને સાર્થક કરી રહ્યું છે

આજે ૧૦ નવેમ્બર એટલે વિશ્વ જાહેર પરિવહન દિવસ છે. ત્યારે ગુજરાતનું એસટી નિગમ ખરેખર આજના દિવસને સાર્થક કરી રહ્યું છે. ગુજરાત રાજય પરવિહન નિગમ- એસ.ટી. તંત્ર દ્વારા રાજયના ૧૮ હજાર ૩૬૭ ગામડાઓ એટલે કે ૯૯.૩૪ ટકા ગામડાઓમાં મુસાફરોને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. એસ.ટી.નિગમની કુલ ૮ હજાર ૩૨૦ બસ દરરોજ ૪૨ હજારથી વધુ રૂટ ઉપર ૩૪ લાખ કિલોમીટરથી વધુ અંતરે મુસાફરોને પ્રવાસની સુવિધા પૂરી પાડે છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દીવ દમણ સહિતના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એસ.ટી.ની બસ સેવાઓ વિસ્તરેલ...

નવેમ્બર 9, 2024 10:14 એ એમ (AM)

views 44

અમદાવાદમાં આજથી ડાંગની જડીબુટ્ટીઓ દ્વારા 10 રોગના નિવારણ માટે સારવાર

અમદાવાદ ખાતે આજથી ડાંગની અમૂલ્ય જડીબુટ્ટીઓ દ્વારા ૧૦ જેટલા રોગ નિવારણ માટે અંદાજે ૧૩૩ જેટલા પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો સારવાર આપશે. ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે અમદાવાદ હાટ- વસ્ત્રાપુર ખાતે આજથી ૧૪ નવેમ્બર દરમિયાન ‘પરંપરાગત આદિવાસી વનૌષધિય પ્રદર્શન – વેચાણ’ મેળો યોજાશે. આ મેળામાં અંદાજે ૧૦૦ જેટલા સ્ટોલ શરૂ કરાશે. આદિવાસીઓના મહાનાયક, ક્રાંતિકારી લડવૈયા એવા બિરસા મુંડાની 15મી નવેમ્બરના રોજ ૧૫૦મી જન્મજયંતી ઉજવવામાં આવનાર છે. જેના ભાગરૂપે પરંપરાગત આદિવાસી ઔષધિય ચિકિત્સા પદ્ધતિ’ને પ્રોત્સાહિત કરવા આ મ...

નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM)

views 44

11 મીએ મુખ્યમંત્રી હિંમતનગરથી એકસાથે 160 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. ૧૧ નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ ...

નવેમ્બર 8, 2024 11:48 એ એમ (AM)

views 28

બર્લિન એક્સપોમાં પાટણના પટોળાંને સ્થાન મળ્યું

“પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં”. પાટણની પ્રભુતા સમાન પાટણના પટોળાને જર્મનીમાં 6 થી 9 નવેમ્બર દરમિયાન યોજાયેલા બર્લિન એક્સપોમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભૌગોલિક સૂચકાંક એટલે કે જીયોગ્રાફી ઇન્ડિકેશન રજીસ્ટર, ચેન્નાઈ દ્વારા દેશમાંથી સાત કલાકારોને જર્મની લઈ જવામાં આવ્યા છે. જેમાં પાટણના પટોળા માટે પાટણના માધવી હેન્ડીક્રાફ્ટના શ્યામ સુનિલભાઈ સોનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધી રમેશ સોલંકી જણાવે છે કે, આ એક્સપોમાં પટોળામાંથી બનાવેલ શર્ટ, ટાઈ, ક્લચ, દુપટ્ટા, બીચ પરના રૂમ...

ઓક્ટોબર 19, 2024 10:40 એ એમ (AM)

views 39

અમદાવાદ ખાતે ‘ઈન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની 34મી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી

અમદાવાદ ખાતે 'ઈન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની 34મી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ ગવઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં અંગદાન પ્રત્યે લોકજાગૃતિ કેળવવા ઉપર ભાર મૂકાયો હતો. 'અંગદાન થકી જીવનદાન'એજ સર્વશ્રેષ્ઠ દાન છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.. જ્યારે અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં લીગલ સિસ્ટમ અને લીગલ ફ્રેમવર્કની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનો મત સર્વોચ્ચ અદાલતના ન્યાયમ...

ઓક્ટોબર 15, 2024 11:10 એ એમ (AM)

views 42

પાક નુકસાન માટે સરવે કરાવવા અમરેલીના ધારાસભ્ય વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેનાથી ખેતીપાકોને નુકશાનીની ભીતી છે. ત્યારે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોની નુકસાનીનો સર્વે કરીને તાત્કાલિક ધોરણે સહાયની ચૂકવણી કરવાની માંગણી કરી છે. અમરેલી અને જિલ્લામાં સતત વરસાદને કારણે ખેતીપાકોને વ્યાપક નુકશાન થયું હોવાનો પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

ઓક્ટોબર 15, 2024 10:59 એ એમ (AM)

views 15

રણજી ટ્રોફીમાં ગુજરાત-બરોડાનો વિજયી પ્રારંભ, સૌરાષ્ટ્રે હારનો સામનો કર્યો

રણજી ટ્રોફીમાં ગુજરાત અને બરોડાએ વિજયી પ્રારંભ કર્યો છે. જ્યારે સૌરાષ્ટ્રે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત હૈદરાબાદ વચ્ચેની મેચમાં ગુજરાતે હૈદરાબાદને 126 રને પરાજ્ય આપ્યો હતો. આ મેચમાં ગુજરાતે પ્રથમ ઇનિંગમાં 343 અને હૈદરાબાદે 248 રન કર્યા હતા. બીજી ઇનિંગમાં ગુજરાત 201 રને ઓલઆઉટ થતાં હૈદરાબાદને જીત માટે 297 રનનો પડકાર મળ્યો હતો પરંતુ હૈદરાબાદ ચોથા દિવસની રમતમાં 170 રને ઓલઆઉટ થતાં તેની 126 રન હાર થઈ હતી. બરોડા મુંબઈ વચ્ચેની મેચમાં બરોડાએ મુંબઈને 84 રને હરાવ્યું છે. આ મેચમાં બરોડાએ પ્રથમ ઇનિંગ...