જુલાઇ 18, 2024 6:45 પી એમ(PM)

views 36

દેશના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ગિરીશ ચન્દ્ર મુર્મુએ રાજકોટની એ.જી.ઓફિસ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય ઓડિટ તાલીમ કેન્દ્રનું આજે ઉદઘાટન કર્યું.

દેશના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ગિરીશ ચન્દ્ર મુર્મુએ રાજકોટની એ.જી.ઓફિસ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય ઓડિટ તાલીમ કેન્દ્રનું આજે ઉદઘાટન કર્યું. આ તકે શ્રી મુર્મુએ કહ્યું કે,વિવિધ દેશોમાં થઇ રહેલી સરકારી સંસ્થાઓની વિભિન્ન ઓડિટ પદ્ધતિનો આધુનિક અભ્યાસ કરાવવામાં અને તેના આદાન-પ્રદાન થકી કાર્ય પ્રણાલિમાં ગુણવત્તાયુક્ત ફેરફાર કરવામાં આ સંસ્થા મહત્વનું યોગદાન આપશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પારદર્શકતા લાવવામાં આ સંસ્થા મહત્વપૂર્ણ સાબિત થશે. આ તાલીમ કેન્દ્રમાં વૈશ્વિક કક્...