જાન્યુઆરી 17, 2025 6:36 પી એમ(PM)

views 33

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે આજે મધ્યપ્રદેશમાં ત્રણ નવા ગુના કાયદાના અમલીકરણની પ્રશંસા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે આજે મધ્યપ્રદેશમાં ત્રણ નવા ગુના કાયદાના અમલીકરણની પ્રશંસા કરી હતી. શ્રી શાહે આજે નવી દિલ્હીમાં મુખ્યમંત્રી મોહન યાદવનાં વડપણ હેઠળનાં પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરી હતી.

જાન્યુઆરી 7, 2025 9:54 એ એમ (AM)

views 30

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા વિકસાવવામાં આવેલું ભારતપોલ પોર્ટલનું અનાવરણ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા વિકસાવવામાં આવેલું ભારતપોલ પોર્ટલનું અનાવરણ કરશે. ભારતપોલ પોર્ટલ ઈન્ટરપોલ દ્વારા રેડ નોટિસ અને અન્ય કલર-કોડેડ ઈન્ટરપોલ નોટિસ જારી કરવાની સાથે આંતરરાષ્ટ્રીય સહાય માટેની તમામ વિનંતીઓની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી શાહે જણાવ્યું કે, આ પોર્ટલથી પ્રત્યેક નાગરિક માટે સુરક્ષિત ભારત બનાવવાના કેન્દ્ર સરકારના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે ભારતીય તપાસ સંસ્થાઓ વધુ સારી રીતે કામ કરી શકશે. ગૃ...

ડિસેમ્બર 30, 2024 3:30 પી એમ(PM)

views 21

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસની રાજ્યની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસની રાજ્યની મુલાકાતે છે.શ્રી શાહ વલસાડ જીલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશનના વાર્ષિક ઉત્સવની પુર્ણાહુતીના મહામસ્તકભિષેક સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા.અમિત શાહ બપોરે અમદાવાદથી ધરમપુર પહોંચ્યા હતા.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે કાર્યક્રમમાં રાજયના નાણા અને ઉર્જામંત્રી કનુ દેસાઇ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતા.શ્રી શાહ અમદાવાદથી સુરત એરપોર્ટ પહોંચ્યા ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યુ...

ડિસેમ્બર 24, 2024 9:26 એ એમ (AM)

views 30

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારત વિરોધી સંગઠનો અને નેટવર્કને શોધી કાઢવા માટે મિત્ર દેશો સાથે ગુપ્તચર સંકલન વ્યૂહરચના વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારત વિરોધી સંગઠનો અને નેટવર્કને શોધી કાઢવા માટે મિત્ર દેશો સાથે ગુપ્તચર સંકલન વ્યૂહરચના વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં 37મા ઈન્ટેલિજન્સ બ્યુરો શતાબ્દી સમારોહમાં શ્રી શાહે જણાવ્યું કે જટિલ માળખાકીય સુવિધાઓ પરના હુમલા, સાયબર હુમલા, માહિતી યુદ્ધ અને યુવાનોના કટ્ટરપંથીકરણ જેવા પડકારોનો ઉકેલ શોધવાની જરૂર છે. ઇન્ટેલિજન્સ બ્યુરોની પ્રશંસા કરતાં ગૃહમંત્રીએ કહ્યું કે દેશ તેની કામ કરવાની પદ્ધતિ, સતર્કતા, તકેદારી અને બલિદાન અને સમર્પણની પરંપરાને કારણે સુ...

ડિસેમ્બર 17, 2024 9:34 એ એમ (AM)

views 30

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે છત્તીસગઢના રાયપુર ખાતે સમીક્ષા બેઠકમાં માર્ચ 2026 પહેલા નક્સલવાદને નાબુદ કરવાની નેમ વ્યક્ત કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે છત્તીસગઢમાં ડાબેરી ઉગ્રવાદની સ્થિતિનું મૂલ્યાંકન કરવા ગઈકાલે સાંજે રાયપુરમાં સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન, ગૃહ મંત્રીએ તમામ દળો અને એજન્સીઓને માર્ચ 2026 સુધીમાં ડાબેરી ઉગ્રવાદને સંપૂર્ણ નાબૂદ કરવા માટે સંયુક્ત પ્રયાસો કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે માર્ચ 2026 પહેલા નક્સલવાદને ખતમ કરવા માટે હજુ ઘણું કરવાનું બાકી છે અને આ પ્રયાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગઈકાલે રાજ્યની તેમની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે, કે...

નવેમ્બર 19, 2024 9:36 એ એમ (AM)

views 23

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાનનાં 50મા સત્રનું ઉદઘાટન કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. શ્રી શાહ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ટપાલ ટિકિટના પ્રદર્શન ફિલાવિસ્ટા 2024નું ઉદઘાટન કરશે. ગાંધીનગર ટપાલ વિભાગ દ્વારા દાંડી કૂટિર ખાતે યોજાયેલા આ પ્રદર્શનનો ઉદ્દેશ ટપાલ ટિકિટો, ટપાલ ઇતિહાસ અને સંબંધિત વસ્તુઓના અભ્યાસ અને સંગ્રહને પ્રોત્સાહિત કરવાનો છે. શ્રી શાહ ગાંધીનગરના લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં 50માં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનું ઉદઘાટન કરશે. બે દિવસની આ પરિષદમાં નવા ગુના કાયદાઓમાં ફોરેન્સિક્સ અ...

સપ્ટેમ્બર 20, 2024 2:33 પી એમ(PM)

views 24

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ઝારખંડમાં ભોગનાદિહના સંથાલ પરગણા ડિવિઝનમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ઝારખંડમાં ભોગનાદિહના સંથાલ પરગણા ડિવિઝનમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવશે. તેઓ પોલિસ લાઇન ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને પણ સંબોધશે. ત્યારબાદ શ્રી શાહ ગિરિડિહ જિલ્લામાં ઝારખંડી ધામની પણ મુલાકાત લેશે અને ધનબાદ ડિવિઝન માટેની યાત્રાનો પ્રારંભ કરાવશે. આ યાત્રામાં 24 જિલ્લામાં 81 વિધાનસભા મતવિસ્તારોમાં 5 હજાર 400 કિલોમીટરને આવરી લેવામાં આવશે. બે ઓક્ટોબરે યાત્રાનું સમાપન થશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંતમાં ઝારખંડમાં વિધાનભા ચૂંટણી યોજાશે.