જાન્યુઆરી 18, 2025 8:25 એ એમ (AM)

views 36

વલસાડમાં રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ- ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી.

વલસાડમાં રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેમિનારમાં વલસાડ એસ.ટી.વિભાગના ૬ ડેપોના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ૫૦૦ કરતાં વધુ કર્મચારીઓ ઓન લાઈન જોડાયા હતા.પોતાની નોકરી દરમિયાન એક પણ અકસ્માત ન કરનાર ડ્રાઇવરો અને ડીઝલ બચતમાં પ્રગતિ કરનાર કર્મીઓનું સન્માન કરાયું. ડાંગના આહવા ખાતે યોજાયેલા મેગા લીગલ સર્વિસ કેમ્પમાં બે હજાર ૫૦૦ થી વધુ લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભો અપાયા હતા.

સપ્ટેમ્બર 17, 2024 3:15 પી એમ(PM)

views 32

અંબાજીમાં ભાદરવી પૂનમનાં મેળા માટે મહેસાણા એસ.ટી. વિભાગ દ્વારા વધુ બસો દોડાવવાનું આયોજન કરાયું

અંબાજીમાં ભાદરવી પૂનમનાં મેળા માટે મહેસાણા એસ.ટી. વિભાગ દ્વારા વધુ બસો દોડાવવાનું આયોજન કરાયું હતુ. ચાર દિવસમાં 397 બસો દ્વારા એક હજાર 368 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 66 હજારથી વધુ મુસાફરોએ સલામતી કરી હતી. આ વિશેષ બસોને કારણે મહેસાણા એસ.ટી. વિભાગને 66 લાખ રૂપિયાથી વધુ આવક થઈ હતી.