સમાચાર ઊડતી નજરે
ડિજિટલ ઈન્ડિયા ઝુંબેશની સફળતાને પગલે આમ આદમીની જિંદગી અને વેપાર ઉદ્યોગ ખૂબ સરળ બનશે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            આંધ્રપ્રદેશના ભીમાવરમમાં સ્વાતંત્ર્યસેનાની અલ્લુરી સીતારામ રાજુની કાંસ્ય પ્રતિમાનું પ્રધાનમંત્રીએ અનાવરણ કર્યું.            મહારાષ્ટ્રમાં નવી રચાયેલી એકનાથ શિંદે જૂથ અને ભાજપની યુતિ સરકારે વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવ્યો.            નવા સ્ટાર્ટઅપની ખીલવણી માટે ગુજરાતને સતત ત્રીજી વખત 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું.            દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ થવાની આગાહી છે.           

સુરેન્દ્રનગર જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત 35,644 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.

સુરેન્દ્રનગર જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત 35,644 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
નાગરિકોને જુદા જુદા પ્રકારની 56 સેવાઓ અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી.

કચ્છમાં 'બેટી બચાવો, બેટી પઢાઓ' યોજના હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી

કચ્છમાં 'બેટી બચાવો, બેટી પઢાઓ' યોજના હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી
કચ્છના દરેક તાલુકા મથક તથા અંતરિયાળ વિસ્તારમાં પાંચ થી દસ વર્ષ સુધીની દીકરીઓના પરિવાર નો સંપર્ક કરશે અને પોસ્ટ ઓફિસમાં અઢીસો રૂપિયા ભરીને સુકન્યા સમૃધ્ધિ ખાતું ખોલાવી આપશે

રાજ્યના શ્રમ અને કૌશલ્ય વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે મોરબીમાં નાની પાઇપ નહેરનું લોકાર્પણ કરાયું

રાજ્યના શ્રમ અને કૌશલ્ય વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે મોરબીમાં નાની પાઇપ નહેરનું લોકાર્પણ કરાયું
આ પાઇપ લાઇન થકી આ વિસ્તારોમાં ખુલ્લી કેનાલ હોવાથી થતાં અકસ્માતોનું પ્રમાણ ઘટશે અને ખેડૂતોને સિંચાઇનું પાણી મળશે

આગામી સમયમાં નેત્રહીનોને સ્વાવલંબી બનાવવા ઓર્બીટ રીડર ડીવાઈસનું વિતરણ કરવામાં આવશે

આગામી સમયમાં નેત્રહીનોને સ્વાવલંબી બનાવવા ઓર્બીટ રીડર ડીવાઈસનું વિતરણ કરવામાં આવશે
ઓર્બીટ રીડર - ૨૦ એક બ્રેઇલ ડીવાઈસ છે. જે કોઈપણ લીપીને બ્રેઇલથી સામાન્ય લીપીમાં અથવા સામાન્ય લીપીને બ્રેઇલમાં ફેરવી શકે છે

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પાંચ ભાષાઓમાં ઓપન લેંગ્વેજ લર્નિંગ રિસોર્સિસનો આરંભ કર્યો.

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પાંચ ભાષાઓમાં ઓપન લેંગ્વેજ લર્નિંગ રિસોર્સિસનો આરંભ કર્યો.
શ્રી પ્રધાને, ભારતમાં આવનારા લોકો ભારતીય ભાષાઓ શીખી શકે તે માટેની સિસ્ટમ બનાવવા યુનીવર્સીટીને અનુરોધ કર્યો

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઈંધણ પરનો મૂલ્યવર્ધિત વેરો-વેટ ટૂંક સમયમાં ઘટાડવાની જાહેરાત કરી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઈંધણ પરનો મૂલ્યવર્ધિત વેરો-વેટ ટૂંક સમયમાં ઘટાડવાની જાહેરાત કરી.
આજે વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્ય બાદ અભિનંદન પ્રસ્તાવનો જવાબ આપતાં, તેમણે રાયગઢ જિલ્લાના હિરકણી ગામના વિકાસ માટે 21 કરોડ રૂપિયાની જાહેરાત કરી.

કેન્દ્રીય દૂર સંદેશાવ્યવહાર મંત્રાલયે જામર,GPS બ્લોકર ઉપકરણનો ઉપયોગ કરવો ગેરકાયદેસર જાહેર કર્યો.

કેન્દ્રીય દૂર સંદેશાવ્યવહાર મંત્રાલયે જામર,GPS બ્લોકર ઉપકરણનો ઉપયોગ કરવો ગેરકાયદેસર જાહેર કર્યો.
દૂરસંચાર વિભાગે વાયરલેસ જામર અને બૂસ્ટર કે રીપીટરના યોગ્ય ઉપયોગ અંગે સામાન્ય જનતા માટે એક સલાહકારી નિવેદન બહાર પડ્યું છે.

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશમાં થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર મુસાફરો અંગે ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશમાં થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર મુસાફરો અંગે ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટવિટના માધ્યમથી શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને ઇજાગ્રસ્તો ઝડપી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે.

વિમ્બલ્ડન ટેનિસમાં ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને ક્રોએશિયાની મેટ પેવિક મિશ્ર ડબલ્સની જોડી ક્વાર્ટરફાઇનલમાં.

વિમ્બલ્ડન ટેનિસમાં ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને ક્રોએશિયાની મેટ પેવિક મિશ્ર ડબલ્સની જોડી ક્વાર્ટરફાઇનલમાં.
ઈન્ડો-ક્રોએશિયન જોડી આજે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન-કેનેડિયન જોન પીયર્સ અને ગેબ્રિએલા ડાબ્રોવસ્કીની જોડી સામે રમવાની છે.

ભારત અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચેની બીજી વન ડે મેચ ભારતે દસ વિકેટે જીતી.

ભારત અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચેની બીજી વન ડે મેચ ભારતે દસ વિકેટે જીતી.
ત્રણ મેચની વનડે શ્રેણીની પલ્લેકેલે ખાતે રમાયેલી બીજી મેચમાં ભારતે શ્રીલંકાને10 વિકેટે હરાવ્યું હતું.

રાષ્ટ્રીય મહિલા આયોગે નુપુર શર્મા ઉપર સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે કરેલા ટ્વીટની નોંધ લીધી

રાષ્ટ્રીય મહિલા આયોગે નુપુર શર્મા ઉપર સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે કરેલા ટ્વીટની નોંધ લીધી
આયોગના અધ્યક્ષ રેખા શર્માએ ઉત્તરપ્રદેશના પોલીસ વડાને પત્ર લખીને શ્રી યાદવ વિરૂદ્ધ કાનુની કાર્યવાહી કરવા જણાવ્યું

દેશભરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન કોવિડના નવા 16 હજારથી વધુ કેસ નોંધાયા

દેશભરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન કોવિડના નવા 16 હજારથી વધુ કેસ નોંધાયા
જયારે 13 હજારથી વધુ લોકો સાજા થતાં કોવિડથી સાજા થવાનો દર વધીને 98.53 ટકા થયો

ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલી વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધામાં નોવાક જોકોવિચ અને ડેવીડ ગોફીને કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલી વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધામાં નોવાક જોકોવિચ અને ડેવીડ ગોફીને કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
નોવાક જોકોવિચે - કાર્લોસ અલ્કારાઝને સીધા ચાર સેટોમાં પરાજય આપીને જયારે ડેવીડ ગોફીને અમેરિકાના ફ્રાંસીસને 4 - 1 થી પરાજય આપીને સ્પર્ધાની કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

સમાચાર સાંભળો

  Gujarati-Gujarati-1320-1330-Jul 04, 2022 Gujarati-Gujarati-1950-2000-Jul 04, 2022 Gujarati-Gujarati-0745-0755-Jul 04, 2022
  Ahmedabad-Gujarati-0705-Jul 04, 2022 Ahmedabad-Gujarati-1910-Jul 04, 2022 Ahmedabad-Gujarati-1430-Jul 04, 2022 Bhuj-Gujarati-0650-Jul 04, 2022 Bhuj-Gujarati-1825-Jul 04, 2022
 • Morning News 4 (Jul)
 • Midday News 4 (Jul)
 • News at Nine 4 (Jul)
 • Hourly 4 (Jul) (2200hrs)
 • समाचार प्रभात 4 (Jul)
 • दोपहर समाचार 4 (Jul)
 • समाचार संध्या 4 (Jul)
 • प्रति घंटा समाचार 4 (Jul) (2210hrs)
 • Khabarnama (Mor) 4 (Jul)
 • Khabrein(Day) 4 (Jul)
 • Khabrein(Eve) 4 (Jul)
 • Aaj Savere 4 (Jul)
 • Parikrama 4 (Jul)

લાઈવ ટ્વીટર ફીડ

અત્યારનું હવામાન

24 Nov 2021
City MaxoC MinoC
દિલ્હી 26.7 9.2
મુંબઈ 34.0 23.0
ચેન્નાઈ 32.4 25.0
કોલકાતા 30.9 20.7
બેંગલુરુ 29.8 20.1

ફેસબુક અપડેટ