સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Feb 13, 2024
3:12PM

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે બે દિવસનાં રાજ્યકક્ષાના ચોટીલા ઉત્સવનો આવતી કાલે પ્રારંભ થશે

PTC : દિનેશ પરમાર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ કચેરી, ગાંધીનગર દ્વારા બે દિવસનાં રાજ્યકક્ષાના ચોટીલા ઉત્સવનો આવતી કાલે પ્રારંભ થશે. અમારા સુરેન્દ્ર નગર ના પ્રતિનિધિ  દિનેશ પરમાર જણાવે છે કે આવતીકાલે સાંજે ૫:૦૦ વાગ્યે  ચોટીલા ઉત્સવ-૨૦૨૪નો શુભારંભ થશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી  ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા,  સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ ઉત્સવમાં વિવિધ જૂથો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં નાગરિકોને સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ