સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Feb 12, 2024
7:42PM

શક્તિપીઠ અંબાજી ખાતે આજથી પંચ દિવસીય "શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૪"નો આરંભ થયો

--
શક્તિપીઠ અંબાજી ખાતે આજથી પંચ દિવસીય "શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૪"નો  આરંભ થયો . જે  ૧૬  ફેબ્રુઆરી સુધી ચાલશે.

બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલે  પરિક્રમા મહોત્સવનો  પ્રારંભ કરાવી માઇભક્તોને પરિક્રમા પથ પર પ્રસ્થાન કરાવ્યું હતું. પાલખી યાત્રા અને શંખયાત્રા સાથે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને જય અંબેના જયઘોષ સાથે પરિક્રમા પથ પર માઈભક્તોએ પ્રયાણ કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું કે, 62 કરોડ રૂપિયાના ખર્ચે ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથના  નિર્માણથી ભક્તો એક જ સ્થળે ૫૧ શક્તિપીઠના દર્શનનો લ્હાવો લઈ શકશે. જિલ્લા વહીવટ તંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થાઓ  કરવામાં આવી છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે પાંચ દિવસીય મહોત્સવમાં કરાયેલ આયોજન અને વ્યવસ્થાઓ અંગે માહિતી આપી હતી. પાંચ દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે પ્રથમ દિવસે  આજે પાલખી યાત્રા, શંખનાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યારે આગામી દિવસોમાં પાદુકા યાત્રા, ચામરયાત્રા, ધ્વજા યાત્રા, મશાલ યાત્રા, ત્રિશુલ યાત્રા અને જ્યોત યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ