સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Feb 13, 2024
8:06PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ માનસિક શાંતિને કેન્દ્ર રાખતી દેશની વર્ષો જૂની આધ્યાત્મિકતાની પરંપરા અપનાવવા નાગરિકોને અપીલ કરી

ફાઇલ ફોટો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ માનસિક શાંતિને કેન્દ્ર રાખતી દેશની વર્ષો જૂની આધ્યાત્મિકતાની પરંપરા અપનાવવા નાગરિકોને અપીલ કરી છે. 
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મીશન ખાતે આજે યોજાયેલા સમારંભમાં બોલતાં તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ, સદ્દભાવના અને વસુધૈવ કુટુંબકમ સિદ્ધાંતમાં માને છે. તેમણે કહ્યું કે કેટલાક દેશો વિસ્તારવાદી પ્રવૃત્તિ કરે છે, જ્યારે ભારતે હંમેશા માનવતા માટે કામગીરી કરી છે. આપણે ભૌતિકવાદના બદલે  ભારતના સમૃદ્ધ, આધ્યાત્મિક વારસાને અપનાવીને તેનું જતન કરવું જોઇએ. 
રાષ્ટ્રપતિએ જૈન સાધુઓ અને જૈન દર્શને સમાજ માટે કરેલા અસાધારણ યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુર વિશ્વભરમાં ૨૦૦ થી વધુ સ્થળોએ સક્રિય છે. આ મિશન દ્વારા આત્મજ્ઞાનનો માર્ગ પ્રશસ્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા શ્રી ધરમપુર તીર્થક્ષેત્ર ખાતે નવનિર્મિત સત્સંગ, ધ્યાન સંકુલ તેમજ ‘રાજ સભાગૃહ’ને ખૂલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અહિંસા પરમોધર્મનો ઉલ્લેખ કરી તેનું મહત્વ સમજાવ્યું હતું. 
ટ્રસ્ટીઓ અને આદિજાતિ મહિલાઓએ રાષ્ટ્રપતિ અને  રાજ્યપાલ નું શાલ, સ્મૃતિ ચિહ્ન અને કલાત્મક ચિત્ર અર્પણ કરી સ્વાગત કર્યું હતું. તેમજ કેટલાક પુસ્તકો સ્મૃતિભેટ રૂપે રાષ્ટ્રપતિને અર્પણ કરાયા હતા. આદિવાસી યુવા, બાળકોએ પરંપરાગત આદિજાતિ નૃત્ય પ્રસ્તુતિ રજૂ કરી હતી. શ્રીમદ્ રાજચંદ્ર મિશન સેન્ટર ફોર એક્સલન્સમાં કાર્યરત ૨૫૦ બહેનો દ્વારા સ્વનિર્મિત અલંકારો, ભરત ગૂંથણની સાડી અને પૌષ્ટિક આહારની ટોપલી રાષ્ટ્રપતિને અર્પણ કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે "તો જ ઇશ્વર પ્રસન્ન થશે" ધ્યાન અને સત્સંગ સિરિઝ, ક્ષમા મેડિટેશન પુસ્તિકા અને વિઝ્યુઅલ સિરીઝનું વિમોચન કરવામાં આવ્યું હતું.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ