સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ માટે યુવાનોના મંતવ્યો એકત્ર કરવાના અભિયાનની શરૂઆત કરશે            પૂર્વી ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક આજે બિહારના પટનામાં પૂરી થઈ            ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢના હવે પછીના મુખ્યમંત્રી હશે            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો            કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ ખાતે યોજાયો           

Nov 21, 2023
6:58PM

રાજ્ય સરકાર દ્વારા સમરસ પ્રોજેક્ટ માટે છેલ્લા બે વર્ષમાં, 68 કરોડ રૂપિયાથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું

આકાશવાણી
રાજ્ય સરકાર દ્વારા સમરસ પ્રોજેક્ટ માટે છેલ્લા બે વર્ષમાં, 68 કરોડ રૂપિયાથી વધુનું  બજેટ ફાળવવામાં આવ્યું છે. એવી જ રીતે 10 જિલ્લાઓમાં 20 સમરસ છાત્રાલયો કાર્યરત છે. અત્યાર સુધી 22 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ છાત્રાલયોનો લાભ લીધો છે. અમદાવાદ, ભાવનગર, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે 1000 વિદ્યાર્થીઓની ક્ષમતા છે, જામનગરમાં 500 વિદ્યાર્થીઓની ક્ષમતા છે અને આણંદ, હિંમતનગર, ભુજ અને પાટણમાં બોય્ઝ/ગર્લ્સની દરેક હોસ્ટેલમાં 250 વિદ્યાર્થીઓની ક્ષમતા છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના "સમરસ છાત્રાલય પ્રોજેક્ટ",માં સામાજિક અને આર્થિક રીતે વંચિત પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને, ખાસ કરીને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (SEBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EBC)ના વિદ્યાર્થીઓને અતિઆધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્ટેલોમાં રહેવા અને ગુણવત્તાયુક્ત જમવાની સગવડ વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવે છે. સમરસ છાત્રાલયોમાં વિદ્યાર્થીઓને સારા અને વ્યવસ્થિત રૂમ, સ્વચ્છ સેનિટેશન સુવિધાઓ, લાયબ્રેરી અને મનોરંજન માટેનો વિસ્તાર જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટમાં શિક્ષણની ગુણવત્તા અને જીવનની ગુણવત્તા સુધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં પ્રેરક પ્રવચનો, શૈક્ષણિક કાર્યશાળાઓ, તબીબી શિબિરો, યોગ દિવસની ઉજવણી, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી વગેરેનો સમાવેશ થાય છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ