સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Feb 12, 2024
11:39AM

રણજી ટ્રોફી સ્પર્ધામાં ગુજરાતે પંજાબ સામે મજબૂત પકડ મેળવી

ફાઇલ ફોટો
રણજી ટ્રોફી સ્પર્ધામાં ગુજરાતે પંજાબ સામે મજબૂત પકડ મેળવી છે. મોહાલી રમાઈ રહેલી આ ટેસ્ટ મેચના ગઈકાલે ત્રીજા દિવસે ગુજરાતે તેની બીજી ઈનિંગ 290 રને જાહેર કરી હતી. પ્રથમ ઇનિંગમાં ગુજરાતે 339 રને કરી 120 રનની સરસાઈ મેળવી હતી.
પંજાબને જીતવા માટે 411 રનના મેળલા લક્ષ્યાંક સામે પંજાબે ગઈકાલે ચાર વિકેટે 40 રન બનાવ્યા છે. ગુજરાતને જીત માટે છ વિકેટને જરૂર છે. આમ મેચમાં ગુજરાત મજબૂત સ્થિતિમાં છે.
અન્ય મેચોમાં બરોડા, મધ્યપ્રદેશના 454 રનના જંગી સ્કોર સામે 132 રનમાં ઓલઆઉટ થતાં ફોલોઓન થયું છે. જ્યારે સૌરાષ્ટ્રએ રાજસ્થાન સામે 245 રનની સરસાઈ હાંસલ કરી છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ