સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Feb 12, 2024
7:35PM

રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની લીગ મેચમાં ગુજરાતે પંજાબ સામે તેમજ સૌરાષ્ટ્રે રાજસ્થાન સામે વિજય મેળવ્યો

રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની લીગ મેચમાં ગુજરાતે પંજાબ સામે તેમજ સૌરાષ્ટ્રે રાજસ્થાન સામે વિજય મેળવ્યા છે. જયારે વડોદરાનો મધ્યપ્રદેશ સામે પરાજય થયો છે. મોહાલીમાં રમાયેલી લીગ મેચમાં ગુજરાતે પંજાબને 299 રને પરાજય આપ્યો છે. ગુજરાતે બીજી ઇનિંગમાં આઠ વિકેટે 290 રને દાવ પૂરો થયાની જાહેરાત કરી હતી. પંજાબને વિજય માટે 411 રન કરવાના હતા.પંજાબના બધા જ ખેલાડીઓ 111 રનમાં આઉટ થતાં ગુજરાતનો 299 રને વિજય થયો હતો.
ગુજરાતના પ્રિયજીતસિંહ જાડેજાને બંને ઇનિંગમાં પંજાબની 10 વિકેટો ઝડપવા બદલ પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કાર મળ્યો હતો.
જયપુરમાં રમાયેલી બીજી લીગ મેચમાં સૌરાષ્ટ્રે રાજસ્થાનને 218 રનથી પરાજય આપ્યો છે. પ્રથમ ઇનિંગમાં 71 રનની સરસાઇ મેળવ્યા બાદ સૌરાષ્ટ્રે અર્પિત વસાવડાના 74 રનની મદદથી બીજી ઇનિંગમાં છ વિકેટે 234 રન નોંધાવીને દાવ પૂરો થયાની જાહેરાત કરી હતી. રાજસ્થાનને વિજય માટે 306 રન કરવાના હતા.
જો કે, રાજસ્થાનના ખેલાડીઓ 87 રને ઓલઆઉટ થતાં સૌરાષ્ટ્રનો વિજય થયોહતો. સૌરાષ્ટ્ર વતી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 7 જયારે યુવરાજસિંહ ડોડિયાએ 3 વિકેટો ઝડપી હતી.
ઇન્દૌરમાં રમાયેલી ત્રીજી લીગ મેચમાં વડોદરાનો મધ્યપ્રદેશ સામે એક ઇનિંગ 52 રને પરાજય થયો છે. વડોદરાને ફોલોઓન મળ્યા બાદ બીજી ઇનિંગમાં 270 રન નોંધાવી શકતાં મધ્યપ્રદેશનો વિજય થયો હતો.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ