સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Dec 10, 2023
7:33PM

મધ્યપ્રદેશમાં આવતીકાલે રાજ્યના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે

આકાશવાણી
મધ્યપ્રદેશમાં આવતીકાલે રાજ્યના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીએ આવતીકાલે પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.
અમારા સંવાદદાતા જણાવે છે કે ભાજપ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે આવતીકાલે સાંજે 4 વાગે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપ ધારાસભ્ય પક્ષની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં ભાજપ સંસદીય બોર્ડ દ્વારા નિયુક્ત કેન્દ્રીય નિરીક્ષક અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, પછાત વર્ગ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. કે. લક્ષ્મણ, પાર્ટીના રાષ્ટ્રીય સચિવ સુશ્રી આશા લાકરા હાજર રહેશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્માએ માહિતી આપી હતી કે આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ વિધાનસભા ચુટણીમાં 230 બેઠકો પૈકી ભાજપે 163 સીટો જીતી છે.

લાઈવ ટ્વીટર ફીડ