સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Feb 13, 2024
3:16PM

ભાવનગરના પાલીતાણા ખાતે 232 કરોડ રૂપિયાના ખર્ચે જિલ્લાકક્ષાની નવી હોસ્પિટલનું નિર્માણ કરાશે

ફાઇલ ફોટો
ભાવનગરના પાલીતાણા ખાતે 232 કરોડ રૂપિયાના ખર્ચે જિલ્લાકક્ષાની નવી હોસ્પિટલનું નિર્માણ કરાશે. આજે વિધાનસભામાં પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાની હોસ્પિટલ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પાલીતાણામા ૨૩૨ કરોડ રૂપિયાના ખર્ચે જિલ્લાકક્ષાની નવીન હોસ્પિટલનું નિર્માણ કરાશે. આ માટે રૂ. ૯૭ લાખ ૫૦ હજાર રૂપિયાની જોગવાઈ પણ કરાઇ છે.  તથા હોસ્પિટલમાં ૪૨૪ પથારીની સંખ્યા ઉપલબ્ધ થશે.
તેમણે જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લા મથકે સર-ટી હોસ્પિટલ ખાતે સુપર સ્પેશ્યાલિટી સગવડો સાથે સારવાર પૂરી પાડવામાં આવે છે. તેમજ જિલ્લામાં બે પેટા જિલ્લા હોસ્પિટલ, ૧૩ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને ૪૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે.
આજે વિધાનસભામાં અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના પ્રશ્નનનો જવાબ આપતાં શ્રી પટેલે જણાવ્યુ હતું કે, છેલ્લા બે વર્ષ દરમિયાન આ બંને જીલ્લાઓમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ 66 હજાર 460 દર્દીઓને 146 કરોડ રૂપિયાની સહાય ચૂકવાઇ છે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ