સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Dec 10, 2023
7:40PM

ભારતે વર્ષ 2021-22 દરમિયાન આબોહવા અનુકૂલન પર તેના જીડીપીના લગભગ 13 લાખ 35 કરોડ રૂપિયા ખર્ચ કર્યા

આકાશવાણી
        ભારતે, સયુંકત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન સંમેલન ફ્રેમવર્કને જણાવ્યું છે કે, ભારતે વર્ષ 2021-22 દરમિયાન આબોહવા અનુકૂલન પર તેના જીડીપીના સાડા પાંચ ટકાથી વધુ એટલે કે લગભગ 13 લાખ 35 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આ હેતુ માટે આગામી સાત વર્ષમાં લગભગ 57 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે જેથી આબોહવા પરિવર્તનની સ્થિતિને વધુ પ્રતિકૂળ બનતી અટકાવી શકાય.
        આબોહવા પરિવર્તનની અસરોને ઘટાડવાનો ઉદ્દેશ્ય ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાનો છે. ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડા સાથે અનુકૂલન એ વૈશ્વિક આબોહવા પરિવર્તનની અસરને ઘટાડવાની પ્રવૃતિઓનો કેન્દ્રિય આધારસ્તંભ છે. આ માટે જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમાં દરિયાઈ સપાટીના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને દિવાલોનું નિર્માણ, તાપમાનથી પ્રભાવિત ન હોય તેવા પાકો વિકસાવવા, તાપમાનને નિયંત્રણમાં રાખવાની યોજનાઓ બનાવવી અને આફતોનો સામનો કરી શકે તેવી માળખાકીય સુવિધાઓ બનાવવાનો સમાવેશ થાય છે.
        વૈશ્વિક આબોહવા પરિવર્તન માળખા હેઠળ, દરેક દેશ દ્વારા તેના ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનનું વાર્ષિક મૂલ્યાંકન કરીને સંયુક્ત રાષ્ટ્રને તેની માહિતી આપવામાં આવે છે. જે અંતર્ગત ગઈકાલે ભારતે ક્યોટો પ્રોટોકોલ હેઠળ પોતાનો ત્રીજો અહેવાલ આપ્યો હતો.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ