સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ માટે યુવાનોના મંતવ્યો એકત્ર કરવાના અભિયાનની શરૂઆત કરશે            પૂર્વી ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક આજે બિહારના પટનામાં પૂરી થઈ            ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢના હવે પછીના મુખ્યમંત્રી હશે            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો            કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ ખાતે યોજાયો           

Nov 21, 2023
6:44PM

પ્રધાનમંત્રી મોદીએ રાજસ્થાનના અંતામાં ચૂંટણી રેલીમાં સંબોધન કર્યુ

ટ્વીટર
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તમામ રાજકીય પક્ષોના પ્રચારકો ચૂંટણી રેલીઓ યોજી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બારનના અંતામાં, ચૂંટણી રેલીમાં સંબોધન કર્યું હતું. તેઓ કોટા શહેર અને કરૌલીમાં પણ જાહેર સભાઓને સંબોધિત કરી હતી. તેઓ સાંજે જયપુરમાં રોડ શો કરશે. તો ગૃહમંત્રી અમિત શાહ આજે ત્રણ જાહેર સભાઓને સંબોધિત કર્યા બાદ સાંજે સવાઈ માધોપુરમાં રોડ શો કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા ધોડ, ફતેહપુર અને શ્રીડુંગરગઢમાં પક્ષના ઉમેદવારો માટે સામાન્ય સભાઓ કરી હતી. રાજસ્થાનમાં, આજે કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટેનો ચુંટણી  ઢંઢેરો બહાર પાડ્યો છે. આ પ્રસંગે પક્ષના મુખ્ય કાર્યાલએ  પક્ષ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ, ગોવિંદ સિંહ દોતાસરા  સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા  હતા. કોંગ્રેસના ચુંટણી  ઢંઢેરામાં  સ્વામીનાથન સમિતિની ભલામણો અનુસાર ખેડૂતો માટે MSP કાયદો, ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજનાની રકમ 25 લાખ રૂપિયાથી વધારીને 50 લાખ રૂપિયા, 4 લાખ સરકારી નોકરીઓ સહિત 10 લાખ યુવાનોને રોજગારી સહિતના મુખ્ય મુદ્દાઓ છે. ઉપરાંત પંચાયત સ્તરે સરકારી નોકરીઓની નવી કેડર બનાવવામાં આવશે. ગેસ સિલિન્ડર હાલમાં 500 રૂપિયામાં ઉપલબ્ધ છે તે BPL, અંત્યોદય અને ઉજ્જવલાના  લાભાર્થીઓ માટે ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવશે. રાજ્યમાં RTE કાયદો લાવીને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ 12મા સુધીનું મફત શિક્ષણ સહિતના  મુદ્દાઓ  શામેલ કરાયા છે. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ઉદયપુર, જાલોર અને બાડમેરમાં ચૂંટણી રેલીઓને સંબોધન કરી હતી. કોંગ્રેસના નેતા અને મુખ્યમંત્રી અશોક ગેહલોત પાંચ જિલ્લામાં છ સ્થળોએ જાહેર સભા યોજશે. આ સિવાય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા સ્ટાર પ્રચારકો પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં 199 વિધાનસભા બેઠકો માટે આ મહિનાની 25મી તારીખે મતદાન થશે. જ્યારે તેલંગાણામાં 119 વિધાનસભા બેઠકો માટે આ મહિનાની 30મી તારીખે મતદાન થશે. તેલંગાણામાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે.  તેથી તમામ મુખ્ય રાજકીય પક્ષોના ટોચના નેતાઓ રાજ્યના ખૂણે ખૂણે પ્રચારમાં વ્યસ્ત છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ