સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Feb 13, 2024
3:17PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી UAE અને કતારની ત્રણ દિવસીય મુલાકાતે જવા રવાના

@narendramodi (FILE PIC)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી  UAE અને કતારની ત્રણ દિવસીય મુલાકાતે જવા રવાના થયા છે. અગાઉ શ્રી મોદીએ કહ્યું હતું કે છેલ્લા નવ વર્ષોમાં યુએઈ સાથે વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા અને શિક્ષણ  જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારતનો સહયોગ અનેક ગણો વધ્યો છે અને સાંસ્કૃતિક અને લોકો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બન્યું  છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેઓ અબુ ધાબીમા UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને  મળવા અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા અંગે વ્યાપક ચર્ચા કરવા આતુર છે. તેમણે કહ્યું કે, તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમા મુખ્ય અતિથિ તરીકે  શ્રી અલ નાહયાનને આવકારવાનું   સૌભાગ્ય મળ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે UAEના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી  અને સંરક્ષણમંત્રી તથા દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમના આમંત્રણ પર, તેઓ આવતીકાલે દુબઈમાં યોજાનાર  વિશ્વ શિખર સમેલનમા વૈશ્વિક નેતાઓને સંબોધશે. તેઓ અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન પણ કરશે. શ્રી મોદી અબુ ધાબીમાં એક વિશેષ કાર્યક્રમમાં UAEના તમામ અમીરાતના ભારતીય સમુદાયના સભ્યોને સંબોધિત કરશે.
શ્રી મોદીએ જેમના નેતૃત્વમાં કતાર અભૂતપૂર્વ વિકાસ અને પરિવર્તનનું સાક્ષી બની રહ્યું છે તેવા  કતારના આમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીને મળવા આતુર  હોવાનું જણાવ્યું હતું. 
દોહામાં આઠ લાખથી વધુ ભારતીય સમુદાયની હાજરી ભારત-કતારના લોકો વચ્ચેના મજબૂત સંબંધોનો પુરાવો હોવાનું શ્રી મોદીએ ઉમેર્યું હતું.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ