સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Feb 13, 2024
2:37PM

પાકિસ્તાનમાં ગત 8 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જીત મેળવનારા અપક્ષ ઉમેદવારો પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ દળમાં જોડાયા

ટ્વિટર
પાકિસ્તાનમાં ગત 8 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જીત મેળવનારા લગભગ એક ડઝન અપક્ષ ઉમેદવારો પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ દળમાં જોડાયા છે. આ સાથે સ્થાનિક મીડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પક્ષના સંસદીય બાબતોના ભૂતપૂર્વ સભ્ય ચૌધરી મોહમ્મદ અદનાનની ગઈકાલે રાવલપિંડીમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. 
દરમિયાન, ચૂંટણીના પરિણામો બહાર આવ્યા બાદ  તેમાં  હેરાફેરી થઈ હોવાનો દાવો કરીને હજારો વિરોધીઓએ હાઇવે પરનો વાહન વ્યવહાર અટકાવીને વિરોધ કર્યો હતો. ઉપરાંત ચૂંટણી પરિણામોમાં છેડછાડના આરોપોને લઈને ગયા અઠવાડિયે શાંગલા જિલ્લા મુખ્યાલયમાં પ્રદર્શન દરમિયાન પોલીસ ગોળીબારમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના બે કાર્યકરો માર્યા ગયા હતા અને અન્ય 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ