સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Feb 13, 2024
3:07PM

પંચમહાલના લીમખેડા તાલુકામાં ક્ષેત્રિય વનીકરણ કાર્યક્રમ હેઠળ છેલ્લા 2 વર્ષમાં કુલ 393 હેકટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું

ફાઇલ ફોટો
પંચમહાલના લીમખેડા તાલુકામાં ક્ષેત્રિય વનીકરણ કાર્યક્રમ હેઠળ છેલ્લા બે વર્ષમાં કુલ  393 હેકટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. 
આજે વિધાનસભામાં લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોરે પૂછેલા પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશ પટેલે આ મુજબ જણાવ્યું હતું. વધુમાં તેમણે છેલ્લા બે વર્ષ દરમિયાન ક્ષેત્રિય વનીકરણ કાર્યક્રમ હેઠળ લીમખેડા તાલુકામાં કુલ 36 ગામોના ખેતમજૂરોને 174 લાખ 16 હજાર રૂપિયાની ચૂકવણી કરાઇ હોવાનું જણાવ્યું હતું. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ