સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ માટે યુવાનોના મંતવ્યો એકત્ર કરવાના અભિયાનની શરૂઆત કરશે            પૂર્વી ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક આજે બિહારના પટનામાં પૂરી થઈ            ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢના હવે પછીના મુખ્યમંત્રી હશે            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો            કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ ખાતે યોજાયો           

Nov 21, 2023
9:38AM

ડોમિનિકન રિપબ્લિકમાં ભારે વરસાદ બાદ 3 બાળકો સહિત 21 લોકોના મોત

File Pic
ડોમિનિકન રિપબ્લિકમાં સપ્તાહના અંતે ભારે વરસાદ બાદ 3 બાળકો સહિત 21 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર ભારે વરસાદ બાદ 13 હજારથી વધુ લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા હતા. દેશના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું કે, વરસાદના કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા, પાવર કટ થયા અને પુલ અને રસ્તાઓને નુકસાન થયું છે. 
વાવાઝોડાથી 2 હજાર 600 થી વધુ ઘરો પ્રભાવિત થયા છે. દેશના મોટાભાગના 32 પ્રાંતો હાઈ અલર્ટ પર છે. ડોમિનિકન પ્રમુખ લુઈસ એબિનાડેરે તેને દેશના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી વરસાદી ઘટના ગણાવી હતી. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ