સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ માટે યુવાનોના મંતવ્યો એકત્ર કરવાના અભિયાનની શરૂઆત કરશે            પૂર્વી ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક આજે બિહારના પટનામાં પૂરી થઈ            ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢના હવે પછીના મુખ્યમંત્રી હશે            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો            કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ ખાતે યોજાયો           

Nov 21, 2023
7:00PM

ડાંગમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો

ફાઈલ ફોટો
દેશમાં જનહિતલક્ષી યોજનાઓના લાભથી પાત્રતા ધરાવતા એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રાના માધ્યમથી છેવાડા ના લોકો સુધી પહોંચી, સરકારી યોજનાઓની જાણકારી અને તેનો લાભ પુરો પાડવા માટે લોકોને મળવાપાત્ર લાભ સહિત અનેક સેવાઓ ઘરઆંગણે પુરી પાડવામાં આવી રહી છે. આ અંતર્ગત ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ગોદડીયા અને ખાતળ ગામે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કુલ ૫૪૧ લોકોએ ભાગ લિધો હતો.આ યાત્રા સાથે ગામમા વિશેષ ‘ગ્રામસભા’, તબીબી નિદાન અને સારવાર કેમ્પ, પશુ આરોગ્ય મેળા, શૈક્ષણિક સ્પર્ધાઓ, ક્વિઝ કોમ્પિટિશન સહિત વિવિધ  કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. બંને ગામના લોકોએ અહીં આયોજિત આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો. જેમા ૯૧ વ્યક્તિઓનુ ટી.બી સ્ક્રિનીંગ, તથા ૬૧ જેટલા લોકોનું સિકલસેલનું સ્ક્રિનીંગ પણ હાથ ધરાયુ હતુ. સાથે પી.એમ.જે.વાય - મા યોજના, એન.સી.ડી., આભા આઇ-ડી અને વેકસીનેશન ની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.ઉપરાંત ૪ મહિલાઓ, અને ૭ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. તેમજ ગોદડીયા અને ખાતળ ગામમા આયુષ્યમાન કાર્ડ, પી.એમ.કિસાન યોજના, જન ધન યોજના, ડિજિટલ રેકર્ડ ઉપર જમીન અને જળ જીવન મિશન અંતર્ગત ૧૦૦ ટકા કામગીરી પુર્ણ કરવામા આવી છે.  

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ