સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ માટે યુવાનોના મંતવ્યો એકત્ર કરવાના અભિયાનની શરૂઆત કરશે            પૂર્વી ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક આજે બિહારના પટનામાં પૂરી થઈ            ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢના હવે પછીના મુખ્યમંત્રી હશે            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો            કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ ખાતે યોજાયો           

Nov 21, 2023
10:24AM

ગોવામાં 54માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મમહોત્સવનો પ્રારંભ

@IFFIGoa
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ગઈકાલે ગોવામાં 54માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2023માં ફિલ્મ બજારની 17મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. ફિલ્મ બજારની 17મી આવૃત્તિ 24મી નવેમ્બર સુધી ચાલશે. ગઈકાલે ફિલ્મ બજારના ઉદઘાટન સમયે બોલતા શ્રી ઠાકુરે કહ્યું કે, સહયોગની ભાવના સાથે વાર્તા કહેવા નીકળાની ઉજવણી કરવી એ સન્માનની વાત છે. 
ઠાકુરે જણાવ્યું હતું કે, વિચારોના ધમધમતા બજાર જેવું ફિલ્મ બજાર એ વિશ્વના ખૂણે ખૂણેથી આવેલા ફિલ્મ નિર્માતાઓ, નિર્માતાઓ અને વાર્તાકારોનું આશ્રયસ્થાન છે. ઠાકુરે એ પણ જાહેરાત કરી કે નવીનતાને મંજૂરી આપવા અને બિઝનેસ કરવાની સરળતા માટે પ્રધાનમંત્રીના આહવાનને અનુરૂપ, એક આકર્ષક નવુંઘટક, "બુક ટુ બોક્સ ઓફિસ" ઉમેરવામાં આવ્યું છે, જે 59 સબમિશનને એકીકૃત રીતે પ્રદર્શિત કરશે. 
દરમ્યાન ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભારતીય પેનોરમા આજથી ગોવામાં શરૂ થશે. આ વિભાગમાં 25 ફીચર ફિલ્મો અને 20 નોન-ફીચર ફિલ્મો દર્શાવવામાં આવશે. ભારતીય પેનોરમા વિભાગની શરૂઆતની ફિલ્મ મલયાલમ ફિલ્મ અટ્ટમ છે, જેનું નિર્દેશન આનંદ એક રસાહી દ્વારા કરવામાં આવ્યું છે. મીના લોંગજામ દ્વારા દિગ્દર્શિત ડોક્યુમેન્ટ્રી ‘એન્ડ્રો ડ્રીમ્સ’ નોન-ફીચર ફિલ્મ વિભાગની શરૂઆતની ફિલ્મ હશે. 
ભારતીય પેનોરમા વિભાગમાં પ્રદર્શિત થનારી અન્ય ફિલ્મોમાં વિવેક અગ્નિહોત્રી નિર્દેશિત હિન્દી ફિલ્મ 'ધ વેક્સીન વોર'નો સમાવેશ થાય છે. IFFI ખાતે ફિલ્મ બજારમાં દર્શાવવામાં આવનારી વિવિધ શૈલીઓમાંથી 10 ભલામણ કરેલ ફિલ્મોમાં દસ્તાવેજી, હોરર, ક્લાઈમેટ કટોકટી અને કાલ્પનિકનો સમાવેશ થાય છે. આ ફિલ્મો અંગ્રેજી, હિન્દી, બંગાળી, મારવાડી, કન્નડ અને માઓરીમાં છે.

લાઈવ ટ્વીટર ફીડ