સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ માટે યુવાનોના મંતવ્યો એકત્ર કરવાના અભિયાનની શરૂઆત કરશે            પૂર્વી ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક આજે બિહારના પટનામાં પૂરી થઈ            ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢના હવે પછીના મુખ્યમંત્રી હશે            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો            કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ ખાતે યોજાયો           

Nov 21, 2023
6:41PM

ગુજરાતના અમદાવાદમાં પહેલી આંતરરાષ્ટ્રીય મત્સ્યપાલન પરિષદનો આજથી આરંભ થયો

આકાશવાણી
ગુજરાતના અમદાવાદમાં પહેલી આંતરરાષ્ટ્રીય મત્સ્યપાલન પરિષદનો આજથી આરંભ થયો છે. કેન્દ્રિય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રિય મત્સ્યોધ્યોગ રાજયમંત્રી એલ. મુરૂગન અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરૂ થયેલી આ પરિષદમાં 10 દેશોની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, મત્સ્યોદ્યોગ સંગઠનોના પ્રતિનિધીઓ ભાગ લઇ રહ્યા છે.  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉદ્દઘાટન સત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાત પાસે દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો દરિયા કિનારો છે અને માછલી ઉત્પાદનમાં ગુજરાત દેશનું અગ્રણી રાજય છે. એવી જ રીતે દેશની માછલીઓની નિકાસમાં ગુજરાતનો હિસ્સો 17 ટકા છે. શ્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે ઇનલેન્ડ રીઝર્વીયર લીઝીંગ પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો. એવી જ રીતે ઘોલ માછલીને ગુજરાત રાજયની સત્તાવાર માછલી જાહેર કરાઇ છે.  અગાઉ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે મત્સ્યપાલન અને આ ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજીનો પરિચય આપતા પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો. આજે કેન્દ્રિય મંત્રી રૂપાલા નોર્વે, ઓસ્ટ્રેલિયા, રશિયા દેશોના તેમજ અન્ન અને કૃષિ સંસ્થા જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધીઓની યોજાનારી ગોળમેજી પરિષદમાં ભાગ લેશે.  ભારતીય મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા વિશ્વ મત્સ્યપાલન દિવસ નિમિત્તે બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું અમદાવાદમાં આયોજન કરાયું છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ