સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Feb 13, 2024
3:14PM

એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા 16 ફેબ્રુઆરી થી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટની 19મી આવૃત્તિનું આયોજન અમદાવાદ માં કરશે

ટ્વિટર
એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા દ્વારા 16 ફેબ્રુઆરી થી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ ની 19મી આવૃત્તિનું આયોજન અમદાવાદ માં કરશે. 15 ફેબ્રુઆરીએ યોજાનાર ઉદ્ઘાટન સમારોહ માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી ઉભરતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેશે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ યોજાનાર ત્રણ દિવસીય કાર્યક્રમ માં 615 જિલ્લામાંથી 5,558 ખેલાડીઓએ ભાગ લીધો છે. આ સ્પર્ધા અંડર 14 અને અંડર 16 છોકરાઓ અને છોકરીઓના જૂથોમાં યોજાશે. આ સ્પર્ધા દેશના દૂરના વિસ્તારોના યુવાનોને એક મોટા પ્લેટફોર્મ પર તેમની ક્ષમતા દર્શાવવાની તક આપશે. 
આ પ્રસંગે વર્લ્ડ એથ્લેટિક્સના કિડ્સ એથ્લેટિક્સ મેનેજર કેથરિન ઓ'સુલિવાન, દક્ષિણ અમેરિકાના એરિયા પ્રેસિડેન્ટ હેલિયો ગેસ્ટા ડી મેલો ,ઓસેનિયાના મેમ્બર કાઉન્સિલ ઓફ વર્લ્ડ એથ્લેટિકસ રોબિન સપોંગ યુજેનિયો અને અંજુ બોબી જ્યોર્જ સહિત અનેક અગ્રણી ખેલાડીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ