સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Feb 13, 2024
2:38PM

ઈરાન સમર્થિત હુથી આતંકવાદીઓએ બાબ અલ-મંડેબસ્ટ્રેટ તરફ બે મિસાઈલો છોડી હોવાના અહેવાલ

આકાશવાણી
ઈરાન સમર્થિત હુથી આતંકવાદીઓએ બાબ અલ-મંડેબસ્ટ્રેટ તરફ બે મિસાઈલો છોડી હોવાના અહેવાલ છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમે  માહિતી આપતા જણાવ્યું હતું કે આ બંને મિસાઇલો ગઈ કાલે લાલ સમુદ્રમાં બ્રાઝિલથી મકાઈ લઈ જતાં ગ્રીકની માલિકીના કાર્ગો જહાજ પર છોડાઈ હતી.  
બાબ-અલ-મંડેબ એ લાલસમુદ્રને એડનના અખાત સાથે હિંદ મહાસાગરને જોડે છે. અહેવાલ મુજબ, કોઈને ઈજા થઈનથી. જોકે, વહાણને નજીવું નુકસાન થયું હતું. ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં હમાસ આતંકવાદી જૂથ સામે યુદ્ધ શરૂ કર્યા બાદ ઈરાન સમર્થિત હુથી બળવાખોરો નવેમ્બરથી લાલ સમુદ્ર અને એડનના અખાતમાં આ જહાજોને નિશાન બનાવી રહ્યા છે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ