સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Dec 10, 2023
7:34PM

ઇન્ડોનેશિયાના પ્રવાસન મંત્રાલયે ભારત સહિત 20 દેશોના પ્રવાસીઓને મફત પ્રવેશ વિઝા આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે

આકાશવાણી
ઇન્ડોનેશિયાના પ્રવાસન મંત્રાલયે ભારત સહિત 20 દેશોના પ્રવાસીઓને મફત પ્રવેશ વિઝા આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઇન્ડોનેશિયાના પ્રવાસન મંત્રી  સેન્ડિયાગા સલાહુદ્દીન યુનોએ જકાર્તામાં જણાવ્યું હતું કે, કે 20 દેશો માટે ફ્રી એન્ટ્રી વિઝાની જોગવાઈથી વિદેશી પ્રવાસીઓની મુલાકાતમાં વધારો થવાની અપેક્ષા છે, જે એક ગુણક અસર પેદા કરશે, સ્થાનિક વપરાશમાં વધારો કરશે, રોકાણ આકર્ષશે અને ડિજિટલ અર્થતંત્રના વિકાસને ટેકો આપશે. 20 દેશોમાં ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, દક્ષિણ કોરિયા, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીનો સમાવેશ થાય છે. 
ચીન અને ભારતના નાગરિકોને 1 ડિસેમ્બરથી 30 દિવસ સુધીના સમયગાળા માટે મલેશિયામાં વિઝા-મુક્ત પ્રવેશ આપવામાં આવ્યો છે.  ચીન અને ભારત મલેશિયાના ચોથા અને પાંચમા સૌથી મોટા પ્રવાસી બજારો છે.  
એ જ રીતે, થાઈલેન્ડે પણ ચીની અને ભારતીય નાગરિકોને વિઝા આવશ્યકતાઓમાંથી મુક્તિ આપવા જેવા પગલા અપનાવ્યા છે.થાઈલેન્ડે મે 2024 સુધી ભારતીયો માટે વિઝા મુક્ત પ્રવેશ લંબાવ્યો છે. 
થાઈલેન્ડે મે 2024 સુધી ભારત અને તાઈવાનના પ્રવાસીઓ માટે વિઝાની આવશ્યકતાઓ હંગામી ધોરણે દૂર કરવાની જાહેરાત કરી છે

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ