સમાચાર ઊડતી નજરે
વિકસિત ભારતના નિર્માણમાં કાપડ ક્ષેત્રના યોગદાનને વધારવા માટે સરકાર વ્યાપક રીતે કામ કરી રહી છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            પ્રધાનમંત્રીએ ગુજરાતના 46 સહિત દેશભરના 553 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસકાર્યનું તથા 1500 ઓવરબ્રીજ અંડરપાસનું વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા            રાષ્ટ્રપતિ દ્રૌપદીમુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં એક દિવસીય ‘પરપલ ફેસ્ટ’નું ઉદ્ઘાટન કરશે            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ ખાતે શ્રી સાંઈધામ સનાતન મંદિરનું ખાતમુહૂર્ત કર્યું            ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ગૃહમંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠક મળી           

Dec 10, 2023
8:29PM

આજે 10મી ડિસેમ્બરે વિશ્વ માનવ અધિકાર દિવસ ઉજવાઇ રહ્યો છે

આકાશવાણી
આજે 10મી ડિસેમ્બરે વિશ્વ માનવ અધિકાર દિવસ ઉજવાઇ રહ્યો છે. માનવ જે તક મેળવવા માટે સક્ષમ છે. તે તક તેને મળે અને તેના અધિકારો ઝૂંટવાય નહી તેની જાળવણી માટે દર વર્ષે આજના દિવસે માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. દેશમાં માનવ અધિકાર પંચની રચના પ્રથમ વખત વર્ષ 1993 માં થઇ હતી તેમજ ઓક્ટોબર 2004 સુધીમાં 14 જેટલા રાજ્યોમાં રાજ્ય માનવ અધિકાર પંચની સ્થાપના કરાઇ છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની ઉપસ્થિતીમાં આજનો મુખ્ય સમારોહ નવી દિલ્હીમાં યોજાયો.. તો આજે માનવ અધિકાર દિવસની ઉજવણી તેમજ પરમ પૂજ્ય દલાઈ લામાને નોબલ પારિતોષિકથી એનાયત થવાના 34માં વર્ષની ઉજવણીના સંદર્ભે અમદાવાદના રિવરફ્રન્ટ તિબેટીયન માર્કેટ ખાતે ઉજવણી કરાઇ.. આ ઉજવણી કોર ગ્રુપ ઓફ તિબેટીયન કોઝ અને તિબેટીયન રેફ્યુજી સ્વેટર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી. આ પ્રસંગે મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

લાઈવ ટ્વીટર ફીડ