સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Feb 13, 2024
7:55PM

આજે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી થઇ રહી છે

આકાશવાણી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 'નઈ સોચ નઈ કહાની - અ રેડિયો જર્ની વિથ સ્મૃતિ' ના સમાપન એપિસોડમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની સાથેના વાર્તાલાપમાં ઓડિશામાં તેમના જન્મસ્થળથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધીની તેમની જીવન યાત્રાનું વર્ણન કર્યું. આકાશવાણી પરથી આજે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે તેનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. 
દરમિયાન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યુ છે કે 2014 પછી સરકારે સામુદાયિક રેડિયો સ્ટેશનોને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય કર્યો અને સામુદાયિક રેડિયો માટે સાડા સાત લાખ રૂપિયાની સહાય અને વધારાના ભંડોળ આપવાનું શરૂ કર્યું છે. આજે એક વિડિયો સંદેશ દ્વારા ચેન્નાઈમાં દક્ષિણ ક્ષેત્રના સામુદાયિક રેડિયો સંમેલનને તેઓ સંબોધન કરી રહ્યા હતા. 
આ ઉપરાંત આકાશવાણી અમદાવાદ ખાતે પણ વિશ્વ  રેડિયો દિવસ નિમિતે રેડિયોનું વિશેષ પ્રદર્શન યોજાયું. 

લાઈવ ટ્વીટર ફીડ