સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Feb 12, 2024
7:41PM

આકાશવાણી અમદાવાદ કેન્દ્ર દ્વારા આવતીકાલે વિશ્વ રેડિયો દિવસની અનોખી ઉજવણી કરાશે

13 ફેબ્રુઆરીને સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ રેડિયો દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતા, જાહેર ચર્ચા અને શિક્ષણના પ્રસારમાં રેડિયોના મહત્વને સમજાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.

વર્ષ 2011માં યુનેસ્કોના સભ્યદેસો દ્વારા આ વિશ્વ રેડિયો દિવસ જાહેર કરવામાં આવ્યો ત્યાર પછી યુનેસ્કોએ 13 ફેબ્રુઆરી વર્ષ 2012ના દિવસને વિશ્વ રેડિયો દિવસ તરીકે પ્રથમ વખત ઉજવ્યો હતો.

આકાશવાણી અમદાવાદ કેન્દ્ર દ્વારા આવતીકાલે વિશ્વ રેડિયો દિવસની અનોખી ઉજવણી કરાશે. રેડિયો ઉત્સાહી સિદ્ધાર્થ પટેલ કે જેની પાસે 200 જેટલા રેડિયો વાલ્વ સેટ છે. તેઓ આવતીકાલે આકાશવાણી અમદાવાદ ખાતે કેટલાક રેડિયો વાલ્વ સેટ પ્રદર્શિત કરશે. જો કે, આ વાલ્વ સેટ આકાશવાણી સ્ટાફ પૂરતો જ પ્રદર્શિત થનાર છે.

લાઈવ ટ્વીટર ફીડ