સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ માટે યુવાનોના મંતવ્યો એકત્ર કરવાના અભિયાનની શરૂઆત કરશે            પૂર્વી ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક આજે બિહારના પટનામાં પૂરી થઈ            ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢના હવે પછીના મુખ્યમંત્રી હશે            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો            કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ ખાતે યોજાયો           

Nov 21, 2023
6:53PM

અમેરિકાએ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે અસ્થાયી યુદ્ધ વિરામના અહેવાલોને નકારી કાઢ્યા

ફાઈલ ફોટો
અમેરિકાએ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામના અહેવાલોને નકારી કાઢ્યા છે.  અમેરિકાના પ્રવક્તા એડ્રિન વોટસને સત્તાવાર નિવેદનમાં, કહ્યું હતું  કે હજુ સુધી આ અંગે  કોઈ સમજૂતી થઈ નથી પરંતુ અમેરિકા તેના તમામ પ્રયાસો ચાલુ રાખશે. એક દૈનિક સમાચાર પત્રના અહેવાલમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં પાંચ દિવસના વિરામનો દાવો કરાયા બાદ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે આ સ્પષ્ટતા કરી હતી.  અહેવાલમાં  ઈઝરાયેલ, હમાસ અને અમેરિકા પ્રયોગ તરીકે એક સમજૂતી પર સહમત થયા છે અને  પચાસ કે તેથી વધુ બંધકોની મુક્તિ તથા  પાંચ દિવસ માટે યુદ્ધવિરામ રહેશે તેવો ઉલ્લેખ કરાયો છે.  ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને અસ્થાયી રૂપે અટકાવવાનો હેતુ ઇજિપ્તમાંથી ઇંધણ સહિત નોંધપાત્ર પ્રમાણમાં માનવતાવાદી સહાયના પ્રવેશને મંજૂરી આપવાનો પણ તેમ ઉલ્લેખ કરાયો છે. જો કે, અમેરિકાના ઇઝરાયેલી દૂતાવાસના પ્રવક્તાએ બંધકની સ્થિતિ અને કથિત સમજૂતી અંગે કોઇ નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ