સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્વારકામાં આધુનિકતા અને પરંપરાના સેતુ સમાન ઓખા અને બેટ દ્વારકાને જોડતો સુદર્શન પુલ રાષ્ટ્રને સમર્પિત કર્યો            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી "મન કી બાત" કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના રાજકોટ ખાતે 48 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે ગઇકાલે જામનગર પહોંચ્યા હતા            રાંચીમાં ચોથી ટેસ્ટ મેચને બીજા દિવસે રમત પૂરી થઈ ત્યારે ઇંગ્લેન્ડ સામે ભારતે સાત વિકેટે 219 રન કર્યા           

Oct 07, 2023
9:24AM

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે યુવાનોને અમૃતકાળના પરિવર્તનકર્તા બનવાનું આહ્વાન કર્યું

Twitted by AIR
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે યુવાનોને અમૃતકાળના  પરિવર્તનકર્તા બનવાનું આહ્વાન કર્યું છે. ગઇકાલે ભોપાલમાં એક ખાનગી યુનિવર્સિટીના એક  કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરતી વખતે શ્રી ઠાકુરે કહ્યું કે દેશની પ્રગતિ અને વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાની સૌથી મોટી જવાબદારી યુવાનોના ખભા પર છે. તેમણે કહ્યું કે તેમનો મત યોગ્ય જગ્યાએ અને સાચા નિર્ણય પર દેશનું ભવિષ્ય નક્કી કરશે. 'આ સમય છે, આ જ યોગ્ય સમય છે' વિષય પરના તેમના ભાષણમાં, શ્રી ઠાકુરે દેશની અત્યાર સુધીની વિકાસ યાત્રા અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. 
તેમણે કહ્યું કે ચંદ્ર પર દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવું, એશિયન ગેમ્સમાં 100થી વધુ ચ્ંદ્રકો તરફ આગળ વધવું,  નબળી પાંચમાંથી ટોચની પાંચ અર્થવ્યવસ્થા બનવા જેવી તમામ સિદ્ધિઓ એ વાતના  ઉદાહરણો છે કે સરકાર કેટલી કાર્યક્ષમતા અને ઝડપથી કામ કરી રહી છે. વિકાસના માર્ગે દેશનું માર્ગદર્શન કરી રહી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રમતગમતથી લઈને અવકાશ અને વિજ્ઞાનથી લઈને સ્ટાર્ટઅપ સુધીના ક્ષેત્રોમાં સુધારા, પ્રદર્શન અને પરિવર્તન દ્વારા અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. શ્રી ઠાકુરે કહ્યું કે સરકારની છેવાડાના માનવી સુધી કલ્યાણની નીતિ અને જનધન બેંક ખાતા, આધાર અને મોબાઈલની ત્રિપુટીએ ગરીબી નાબૂદી ઉપરાંત ગરીબોને સમાજમાં સન્માન સાથે જીવવાનો અધિકાર આપ્યો છે. 

લાઈવ ટ્વીટર ફીડ