સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ માટે યુવાનોના મંતવ્યો એકત્ર કરવાના અભિયાનની શરૂઆત કરશે            પૂર્વી ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક આજે બિહારના પટનામાં પૂરી થઈ            ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢના હવે પછીના મુખ્યમંત્રી હશે            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય યુવા મહોત્સવ યોજાયો            કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ નડિયાદ ખાતે યોજાયો           

રાષ્ટ્રીય સમાચાર

ઓટિઝમના નિદાન માટે ભારતીય દૃષ્ટિકોણ વિષે બે દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યશાળા આવતીકાલથી નવી દિલ્હીમાં શરૂ થશે

ઓટિઝમના નિદાન માટે ભારતીય દૃષ્ટિકોણ વિષે બે દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યશાળા આવતીકાલથી નવી દિલ્હીમાં શરૂ થશે
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અંતર્ગત રાષ્ટ્રીય બૌધ્ધિક દિવ્યાંગજન સશક્તિકરણ સંસ્થા દ્વારા આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે

કોપ-28 માં ભાગ લઈ રહેલા વિશ્વભરના નેતાઓએ કેટલીક પ્રતિબધ્ધતાઓ તેમજ પ્રતિજ્ઞાને સમર્થન આપ્યું

કોપ-28 માં ભાગ લઈ રહેલા વિશ્વભરના નેતાઓએ કેટલીક પ્રતિબધ્ધતાઓ તેમજ પ્રતિજ્ઞાને સમર્થન આપ્યું
તેમજ કુદરતનું રક્ષણ માટે 186 મિલિયન ડોલરથી વધારે રકમનું યોગદાન આપવાનો સામૂહીક નિર્ણય લીધો છે

આજે 10મી ડિસેમ્બરે વિશ્વ માનવ અધિકાર દિવસ ઉજવાઇ રહ્યો છે

આજે 10મી ડિસેમ્બરે વિશ્વ માનવ અધિકાર દિવસ ઉજવાઇ રહ્યો છે
દેશમાં માનવ અધિકાર પંચની રચના પ્રથમ વખત વર્ષ 1993 માં થઇ હતી તેમજ ઓક્ટોબર 2004 સુધીમાં 14 જેટલા રાજ્યોમાં રાજ્ય માનવ અધિકાર પંચની સ્થાપના કરાઇ છે

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં રાજઘાટ નજીક મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં રાજઘાટ નજીક મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું
આ પ્રસંગે તેમણે કહ્યું કે, ગાંધીજી હજુ પણ પ્રાંસગિક જ છે અને તેમની વિશાળકાય પ્રતિમાની સ્થાપના એક પ્રશંસનીય પગલું છે.

પ્રધાનમંત્રીએ આજે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાને 50 વર્ષ પૂરા થયા તે નિમિત્તે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યોલને અભિનંદન આપ્યાં

પ્રધાનમંત્રીએ આજે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાને 50 વર્ષ પૂરા થયા તે નિમિત્તે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યોલને અભિનંદન આપ્યાં
પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેઓ વિશેષ રાજદ્વારી સહકારને પ્રગાઢ અને તેના વિસ્તારણ માટે યૂન સુક યોલ સાથે મળીને કામ કરવા ઉત્સુક રહ્યા છે

કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલે મુંબઈમાં સંયુક્ત રૂપે એક ભારત સાડી વોકથોનને લીલી ઝંડી બતાવી

કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલે મુંબઈમાં સંયુક્ત રૂપે એક ભારત સાડી વોકથોનને લીલી ઝંડી બતાવી
તેમાં દેશભરની મહિલાઓને સાડી પહેરવાની જુદી જુદી રીતો દર્શાવવા માટે આમંત્રિત કરવામાં આવી હતી

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં રાજા મહેન્દ્રવર્ધન વિમાનઘરના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં રાજા મહેન્દ્રવર્ધન વિમાનઘરના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું
આ ટર્મિનલના નિર્માણ પાછળ સાડા ત્રણસો કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેની ક્ષમતા દરવર્ષે 30 લાખ પ્રવાસીઓની અવરજવરનું સંચાલન કરી શકે તેટલી હશે

ભારતે વર્ષ 2021-22 દરમિયાન આબોહવા અનુકૂલન પર તેના જીડીપીના લગભગ 13 લાખ 35 કરોડ રૂપિયા ખર્ચ કર્યા

ભારતે વર્ષ 2021-22 દરમિયાન આબોહવા અનુકૂલન પર તેના જીડીપીના લગભગ 13 લાખ 35 કરોડ રૂપિયા ખર્ચ કર્યા
આ હેતુ માટે આગામી સાત વર્ષમાં લગભગ 57 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે જેથી આબોહવા પરિવર્તનની સ્થિતિને વધુ પ્રતિકૂળ બનતી અટકાવી શકાય

ઇન્ડોનેશિયાના પ્રવાસન મંત્રાલયે ભારત સહિત 20 દેશોના પ્રવાસીઓને મફત પ્રવેશ વિઝા આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે

ઇન્ડોનેશિયાના પ્રવાસન મંત્રાલયે ભારત સહિત 20 દેશોના પ્રવાસીઓને મફત પ્રવેશ વિઝા આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે
ઇન્ડોનેશિયાના પ્રવાસન મંત્રી સેન્ડિયાગા સલાહુદ્દીન યુનોએ જકાર્તામાં જણાવ્યું હતું કે, કે 20 દેશો માટે ફ્રી એન્ટ્રી વિઝાની જોગવાઈથી વિદેશી પ્રવાસીઓની મુલાકાતમાં વધારો થવાની અપેક્ષા છે

મધ્યપ્રદેશમાં આવતીકાલે રાજ્યના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે

મધ્યપ્રદેશમાં આવતીકાલે રાજ્યના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે
અમારા સંવાદદાતા જણાવે છે કે ભાજપ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે આવતીકાલે સાંજે 4 વાગે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપ ધારાસભ્ય પક્ષની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે
રાષ્ટ્રીય સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ