સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વંચિત લોકો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા માટેનું શક્તિશાળી માધ્યમ ગણાવી            રાજયભરમાં આજે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ યોજાઇ-મતદાર યાદીમાં નામ નોંધાવવા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીનો યુવાનોને અનુરોધ            મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના લવારપુર ખાતે આ કાર્યક્રમનું નેતૃત્વ કરવા સહભાગી થયા            સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબહેન બાબરિયાએ આજે રાજકોટમાં વી.ડી. પારેખ અંધમહિલા વિકાસગૃહ ખાતે ‘બ્રેઈલ ટિચિંગ ડિવાઈસ સ્માર્ટ ક્લાસ’નું ઉદઘાટન કર્યું હતું            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થામાં સીમાચિન્હરૂપ 7.7 ટકાનો વિકાસદર નોંધાયો છે.           

  મુખ્ય સમાચાર

નર્મદા જિલ્લાને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કુદરતી આફતના સમયે શોધ અને બચાવ કાર્ય માટે બોટ સહિત ૩૦ પ્રકારના સાધનોની ફાળવણી કરવામાં આવી છે.

નર્મદા જિલ્લાને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કુદરતી આફતના સમયે શોધ અને બચાવ કાર્ય માટે બોટ સહિત ૩૦ પ્રકારના સાધનોની ફાળવણી કરવામાં આવી છે.
અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ કુદરતી આફતો દરમિયાન કાર્ય કરતા તમામ પ્રકારના સ્ટાફને તાલીમ આપવી, બચાવ સાધનોથી સજ્જ રહેવુ અને લોકજાગૃતિના કાર્યક્રમો દ્વારા ભવિષ્યની આપત્તિ સામે સજ્જ થવા માટેની કટિબધ્ધતા વ્યક્ત કરી

રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. જે અંતર્ગત અમરેલી જિલ્લાના ચરખા ગામે કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાની ઉપસ્થિતિમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' કાર્યક્રમ યોજાય

રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. જે અંતર્ગત અમરેલી જિલ્લાના ચરખા ગામે કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાની ઉપસ્થિતિમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' કાર્યક્રમ યોજાય
શ્રી રૂપાલાએ આ પ્રસંગે બોલતા કહ્યું કે, આ યાત્રા 2047 સુધીમાં આઝાદીના શતાબ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને બળ પૂરું પાડી રહી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર જિલ્લાના લવારપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર જિલ્લાના લવારપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાયા હતા.
આ યાત્રામાં તેમણે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની તથા પ્રાકૃતિક ખેતી જેવી માહીતી આપી હતી. અને સ્ટોલ્સની મુલાકાત લીધી હતી

સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા વિકાસ સંકલન અને દિશા સમિતિની બેઠક યોજાઇ.

સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા વિકાસ સંકલન અને દિશા સમિતિની બેઠક યોજાઇ.
આ બેઠકમાં સાંસદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ જિલ્લાના જરૂરિયાતમંદ લોકોને સરળતાથી મળી રહે તે માટે સંબંધિત વિભાગે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ.

મહારાષ્ટ્રમાં પુણેના પિંપરી ચિંચવડ વિસ્તારમાં ગઇકાલે એક મીણબત્તી ઉત્પાદન એકમમાં આગ લાગવાથી ઓછામાં ઓછા છ લોકોના મોત થયા અને અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા.

મહારાષ્ટ્રમાં પુણેના પિંપરી ચિંચવડ વિસ્તારમાં ગઇકાલે એક મીણબત્તી ઉત્પાદન એકમમાં આગ લાગવાથી ઓછામાં ઓછા છ લોકોના મોત થયા અને અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા.
પિંપરી-ચિંચવડ મહાનગરપાલિકાના કમિશનર શેખર સિંહે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડને બપોરે આગ અંગેની માહિતી મળી હતી, ત્યારબાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી

ગુજરાતમાં, કચ્છમાં પ્રથમ વખત દીપડાના સંરક્ષણ-સંવર્ધન માટે કેન્દ્ર સરકાર દ્વારા સંવર્ધન કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં, કચ્છમાં પ્રથમ વખત દીપડાના સંરક્ષણ-સંવર્ધન માટે કેન્દ્ર સરકાર દ્વારા સંવર્ધન કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યના વન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ માહિતી આપી હતી કે, દેશમાં દીપડાની વસ્તી પુનઃસ્થાપિત કરવા માટે દીપડાના સંવર્ધનને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતના કચ્છ જિલ્લાના બન્ની ઘાસના મેદાનોમાં દીપડાના સંવર્ધન માટે રાજ્ય સરકાર દ્વારા નેશનલ કોમ્પેન્સેટરી ફોરેસ્ટેશન ફંડ તૈયાર કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે

કેન્દ્ર સરકારે માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે
આ પગલાનો ઉદ્દેશ્ય સ્થાનિક બજારોમાં ડુંગળીની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને કિંમતોને નિયંત્રણમાં રાખવાનો છે.

આ વર્ષના ક્લાઈમેટ ચેન્જ પરફોર્મન્સ ઈન્ડેક્સ (CCPI)માં ભારતે 7મું સ્થાન મેળવ્યું છે. અગાઉની સરખામણીમાં દેશ તેમાં એક ક્રમ આગળ વધ્યો છે અને સર્વોચ્ચ પ્રદર્શન કરનારાઓમાં પણ રહ્યો છે.

આ વર્ષના ક્લાઈમેટ ચેન્જ પરફોર્મન્સ ઈન્ડેક્સ (CCPI)માં ભારતે 7મું સ્થાન મેળવ્યું છે. અગાઉની સરખામણીમાં દેશ તેમાં એક ક્રમ આગળ વધ્યો છે અને સર્વોચ્ચ પ્રદર્શન કરનારાઓમાં પણ રહ્યો છે.
દુબઈમાં ગ્લોબલ ક્લાઈમેટ કોન્ફરન્સ (COP-28) દરમિયાન બહાર પાડવામાં આવેલા અહેવાલ અનુસાર, ભારતે સતત પાંચમા વર્ષે ટોપ 10માં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

જાણીતા અભિનેતા જૂનિયર મહેમૂદનું આજે અવસાન થયું

જાણીતા અભિનેતા જૂનિયર મહેમૂદનું આજે અવસાન થયું
તેઓ 67 વર્ષના હતા. લાંબા સમયથી તેઓ પેટના કેન્સરથી પીડાતા હતા

ભારતના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સહયોગથી યુનિસેફની જનરેશન અનલિમિટેડ આજે COP28 ખાતે ગ્રીન રાઇઝિંગ પહેલનો આરંભ કરશે.

ભારતના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સહયોગથી યુનિસેફની જનરેશન અનલિમિટેડ આજે COP28 ખાતે ગ્રીન રાઇઝિંગ પહેલનો આરંભ કરશે.
ભારતમાં યુવા અભિયાન દ્વારા પાયાના સ્તરે પ્રભાવી પર્યાવરણીય ક્રિયાઓ ચલાવવા માટે યુવાનોને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે

FIH જુનિયર પુરુષ હોકી વિશ્વકપમાં આજે પૂલ Cની બીજી મેચમાં ભારત સ્પેન સામે 4-1થી હારી ગયું

FIH જુનિયર પુરુષ હોકી વિશ્વકપમાં આજે પૂલ Cની બીજી મેચમાં ભારત સ્પેન સામે 4-1થી હારી ગયું
મંગળવારે ભારતે અરૈજીત સિંહ હુંદલની હેટ્રિકની મદદથી કોરિયાને 4- 2થી હરાવ્યું હતું. ભારતની છેલ્લી પૂલ મેચ શનિવારે કેનેડા સામે છે.

સમાચાર સાંભળો

  Gujarati-Gujarati-0745-0755-Dec 09, 2023 Gujarati-Gujarati-1320-1330-Dec 09, 2023
  Ahmedabad-Gujarati-1430-Dec 09, 2023 Bhuj-Gujarati-0650-Dec 09, 2023
 • Morning News 9 (Dec)
 • Midday News 9 (Dec)
 • News at Nine 8 (Dec)
 • Hourly 9 (Dec) (1900hrs)
 • समाचार प्रभात 9 (Dec)
 • दोपहर समाचार 9 (Dec)
 • समाचार संध्या 8 (Dec)
 • प्रति घंटा समाचार 9 (Dec) (1905hrs)
 • Khabarnama (Mor) 9 (Dec)
 • Khabrein(Day) 9 (Dec)
 • Khabrein(Eve) 8 (Dec)
 • Aaj Savere 9 (Dec)
 • Parikrama 9 (Dec)

લાઈવ ટ્વીટર ફીડ

અત્યારનું હવામાન

24 Nov 2021
City MaxoC MinoC
દિલ્હી 26.7 9.2
મુંબઈ 34.0 23.0
ચેન્નાઈ 32.4 25.0
કોલકાતા 30.9 20.7
બેંગલુરુ 29.8 20.1

ફેસબુક અપડેટ