હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબના કેટલાક ભાગોમાં પણ આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર સોમા સેન રોયે જણાવ્યું કે, આગામી ત્રણ દિવસમાં તમિલનાડુ, પુડુચેરી, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમના છૂટાછવાયા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા હવામાનની સ્થિતિ રહેશે.
Site Admin | માર્ચ 27, 2025 2:25 પી એમ(PM) | હવામાન વિભાગ
હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે
