હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બીજી તરફ આગામી બે દિવસ દરમિયાન કોંકણ, ગોવા અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે. કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ગરમ અને ભેજવાળા હવામાનની શક્યતા છે. આગામી 3 થી 4 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધવાની આગાહી કરાઇ છે.
Site Admin | માર્ચ 10, 2025 1:26 પી એમ(PM) | હવામાન
હવામાન વિભાગે આગામી બે દિવસ કોંકણ, ગોવા અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી વ્યક્ત કરી
