હરિયાણાની વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના મેયર, પ્રમુખ અને વોર્ડ સભ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. ગુરુગ્રામ અને રોહતક સહિત દસ મેયર પદોમાંથી નવ માટે ભાજપે ચૂંટણી જીતી. ફરીદાબાદ મહાનગરપાલિકામાં મેયર પદ માટે ભાજપના ઉમેદવાર પ્રવીણ જોશીએ ઐતિહાસિક જીત નોંધાવી. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર લતા રાનીને 3 લાખ 16 હજાર 852 મતોથી હરાવીને જીત મેળવી.
Site Admin | માર્ચ 12, 2025 7:43 પી એમ(PM) | ભારતીય જનતા પાર્ટી
હરિયાણાની વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના મેયર, પ્રમુખ અને વોર્ડ સભ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ
