હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોનાં નામને અંતિમ રૂપ
આપવા માટે આજે સાંજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાનાં અધ્યક્ષપદે
અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક
મળશે.
કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પહેલાં શ્રી નડ્ડાનાં નિવાસસ્થાને હરિયાણા
ભાજપના કોર ગ્રૂપના નેતાઓની મુખ્ય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી
અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે હરિયાણા વિધાનસભાની 90
બેઠકો માટે 1 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. મત ગણતરી 4 ઓક્ટોબરે થશે.