હરિયાણા અને જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટેપ્રચાર અભિયાન તેજ બન્યું છે. જમ્મૂ કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં24 બેઠકો પર મતદાન થશે. આ પૂર્વે તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યાછે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મૂના ડોડામાંચૂંટણી પ્રચાર કર્યો હતો. આ પ્રસંગે ચૂંટણી સભાને સંબોધતાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ જમ્મુ-કાશ્મીરમાં પરિવારવાદને કારણે આતંકવાદને વેગ મળ્યો હોવાનો આક્ષેપકર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું આગામ વિધાનસભાની ચૂંટણી બાદ જમ્મુ-કાશ્મીરનુંભવિષ્ય બદલાવવાનું છે. તો કૉંગ્રેસ અને નેશનલ કોન્ફરેન્સ પક્ષના નેતાઓપણ આજે પ્રચાર મેદાનમાં છે. આ તરફ હરિયાણામાં પણ પ્રચાર અભિયાન તેજ બન્યું છે. અહીંપાંચ ઑક્ટોબરના રોજ વિધાનસભાની 90 બેઠકો માટે મતદાન થશે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ આજે હરિયાણામાંચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. શ્રી મોદી હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે થીમ પાર્કમાં ચૂંટણીસભાને સંબોધન કરશે. કૉંગ્રેસ સહિતના પક્ષો પણ હરિયાણાના મતદારોને રિઝવવા પ્રયાસ કરીરહ્યા છે. હરિયાણા અને જમ્મૂ કાશ્મીરમાં મતગણતરી 8 ઑક્ટોબરના રોજ થશે.
Site Admin | સપ્ટેમ્બર 14, 2024 2:09 પી એમ(PM)
હરિયાણા અને જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે
