હંગેરીના બુડાપેસ્ટમાં રમાઈ રહેલી ચેસ ઓલમ્પિયાડમાં ભારતે પ્રથમ સુવર્ણચંદ્રક મેળવીને ઇતિહાસ સર્જ્યો છે. અર્જુન એરીગેસીએ સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં સર્બિયાના જેન સુબેલ્જને હરાવ્યા હતા. આ સાથે FIDE રેન્કિંગ્સમાં અર્જુન વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. 2797 પોઇન્ટ સાથે તેઓ સૌથી ઊંચો રેન્ક ધરાવતા ભારતીય ચેસ ખેલાડી બન્યા છે. ભારતના ગુકેશે પણ વ્લાદિમીર ફેડોસીવને હરાવ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 22, 2024 7:40 પી એમ(PM)
હંગેરીના બુડાપેસ્ટમાં રમાઈ રહેલી ચેસ ઓલમ્પિયાડમાં અર્જુન એરીગૈસીએ સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ સર્જ્યો
