પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સ્વચ્છ ભારત સર્જવા માટે સતત પ્રયત્નો જરૂરી છે.નવી દિલ્હીમાં આજે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થતાં સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમને સંબોધતા, શ્રી મોદીએ સ્વચ્છતાને જન આંદોલન બનાવવા માટે 140 કરોડ ભારતીયોની અતૂટ ભાવનાને સલામ કરી હતી.તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ સ્વચ્છ ભારત મિશનની સફળતામાં ફાળો આપ્યો છે. તેમણે જણાવ્યું કે આજે વિશ્વના વિવિધ ભાગોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ,મંત્રીઓ અને અન્ય પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સેવા પખવાડિયાના માત્ર 15 દિવસમાં દેશમાં 27 લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 28 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે આ દિવસ આપણને મહાત્મા ગાંધી અને દેશની અન્ય મહાન હસ્તીઓ દ્વારા પરિકલ્પિત ભારતના સપનાને સાકાર કરવાની પ્રેરણા આપે છે. શ્રી મોદીએ સ્વચ્છ ભારત મિશનની સફળતામાં તમામ દેશવાસીઓ, સ્વચ્છતા કાર્યકરો,
ધાર્મિક નેતાઓ, રમતવીરો, સેલિબ્રિટીઓ, એનજીઓ અને મીડિયા કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરી હતી.શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે આજે 10 હજાર કરોડ રૂપિયાના સ્વચ્છતા પ્રોજેક્ટનું
ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આજથી 1000 વર્ષ પછી પણ જ્યારે 21મી સદીના ભારતનો અભ્યાસ કરવામાં આવશે ત્યારે સ્વચ્છ ભારત અભિયાન ચોક્કસપણે યાદ કરવામાં આવશે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન આ સદીનું વિશ્વનું સૌથી મોટું અને સૌથી સફળ લોકોની-ભાગીદારી, લોકોની આગેવાની હેઠળનું જન આંદોલન છે. આ અવસરે પ્રધાનમંત્રી સ્વચ્છતા અને સ્વચ્છતા સંબંધિત 9 હજાર 600 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યું.
Site Admin | ઓક્ટોબર 2, 2024 4:05 પી એમ(PM)
સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સ્વચ્છ ભારત સર્જવા માટે સતત પ્રયત્નો જરૂરી
