વાણિજ્ય અનેઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે આજે જણાવ્યું હતું કે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો-MSME મોટા ઉદ્યોગોનેમહત્વપૂર્ણ પુરવઠા શૃંખલાઓ અને લાખો લોકોને રોજગાર પ્રદાન કરીને રાષ્ટ્ર નિર્માણમાંફાળો આપે છે.આજે નવી દિલ્હીમાં10મા ભારત આંતરરાષ્ટ્રીય MSME સ્ટાર્ટઅપ પ્રદર્શન અને સંમેલનને સંબોધતા શ્રીગોયલે જણાવ્યું કે, મોટા ઉદ્યોગો અને સાહસો માટે MSME સપ્લાયર્સ અનેગ્રાહકો તરીકે કામગીરી કરી છે. તેમણે જણાવ્યુ કે, દેશનાં પર્યટન અને માળખાકીય વિકાસમાં MSME મહત્વની ભૂમિકાભજવે છે અને ભારતની નિકાસમાં તેમનો નોંધપાત્ર હિસ્સો છે.શ્રી ગોયલે જણાવ્યુંકે, સરકાર ક્વોલિટીકન્ટ્રોલ અંગેનાં આદેશો દ્વારા MSME ને મદદ કરે છે, જેનાંથી તેમને વિદેશમાં બિન વાજબી સ્પર્ધા સામેરક્ષણ મળે છે.
Site Admin | ઓગસ્ટ 24, 2024 7:58 પી એમ(PM)
સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો- MSME લાખો લોકોને રોજગાર પ્રદાન કરીને રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપતા હોવાનું જણાવતા વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ
