સરકારે જણાવ્યું છે કે, સાઇબર ગુના અને આર્થિક છેતરપિંડી સાથે સંકળાયેલા એક કરોડથી વધુ મોબાઇલ જોડાણો રદ કરવામાં આવ્યા છે અને આશરે બે લાખ 27 હજાર મોબાઇલ હેન્ડસેટ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
ટેલિકોમ વિભાગે જણાવ્યું છે કે, તેની સંચાર સાથી પહેલની મદદથી આ જોડાણ ઓળખી કાઢવામાં આવ્યા છે. છેલ્લાં પખવાડિયામાં સાડા ત્રણ લાખથી વધુ સ્પામ નંબરના જોડાણ બંધ કરવામા આવ્યા છે અને 50 એકમોને પ્રતિબંધિત કરવામાં આવી છે. આ ઉપરાંત, સત્યતા વિનાના આશરે સાડા ત્રણ લાખ હેડર્સ અને 12 લાખ કન્ટેન્ટ ટેમ્પલેટ્સ બ્લોક કરવામાં આવ્યા છે.
અમારા સંવાદદાતા જણાવે છે કે, ટેલિકોમ વિભાગે ટેલિકોમ નિયમનકારી સત્તામંડળ-ટ્રાઇના સહયોગમાં ગ્રાહકોને સ્પામ ફ્રી ક્વોલિટી ટેલિકોમ સેવાઓ અને હાઇ સ્પીડ ડેટા પૂરો પાડવા માટે કેટલાંક પગલાં ભર્યા છે. ટ્રાઇએ ટેલિકોમ સંચાલકોને રોબોકોલ્સ અને પ્રિ-રેકોર્ડેડ કોલ્સ માટે જથ્થાબંધ જોડાણનો ઉપયોગ કરતા એકમોને પ્રતિબંધિત કરવા નિર્દેશ આપ્યો છે. ટ્રાઇએ ટેલિકોમ સેવાની ગુણવત્તા અંગેનાં નિયમનો સુધાર્યા છે, જે 1 ઓક્ટોબરથી અમલી બનશે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 2:07 પી એમ(PM)
સરકારે જણાવ્યું છે કે, સાઇબર ગુના અને આર્થિક છેતરપિંડી સાથે સંકળાયેલા એક કરોડથી વધુ મોબાઇલ જોડાણો રદ કરવામાં આવ્યા છે
