વક્ફ સુધારા વિધેયક, 2025 સંસદમાં પસાર થયું છે. રાજ્યસભાએ આ વિધેયકને મંજૂરી આપી છે. વિધેયક પર 12 કલાક જેટલી ચર્ચા ચાલી હતી. દરમિયાન સુધારા વિધેયકના પક્ષમાં 128 સભ્યોએ અને 95 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. રાજ્યસભામાં આ વિધેયક રજૂ કરતા લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું, આ વિધેયક સૌનો સાથ, સૌનો વિકાસનાં સૂત્રને સાર્થક કરે છે.
સાથે જ આ વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા, શ્રી રિજિજુએ કહ્યું, સંયુક્ત સંસદીય સમિતિમાં બધા સભ્યોના સૂચનો પર વિચાર કરાયો અને તેમને વિધેયકમાં સમાવિષ્ટ કરાયાં હતા. વિપક્ષના આરોપોને નકારી કાઢતા તેમણે કહ્યું કે વકફથી ફક્ત મુસ્લિમ સમુદાયને જ ફાયદો થશે અને વકફ મિલકતોના સંચાલનમાં કોઈ પણ બિન-મુસ્લિમનો હસ્તક્ષેપ રહેશે નહીં.
Site Admin | એપ્રિલ 4, 2025 8:25 એ એમ (AM)
સંસદમાં વક્ફ સુધારા વિધેયક, 2025 અને એરક્રાફ્ટ ઑબ્જેક્ટ્સમાં હિતનું રક્ષણ વિધેયક, 2025 પસાર.
