ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 9, 2025 8:03 પી એમ(PM) | સંસદના બજેટ

printer

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આવતીકાલથી શરૂ થશે.

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આવતીકાલથી શરૂ થશે. 4 એપ્રિલ સુધી ચાલનારા આ તબક્કામાં 20 બેઠકો હશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે મણિપુર માટે બજેટ રજૂ કરશે.
ગયા મહિને મુખ્યમંત્રી એન. બિરેન સિંહના રાજીનામા બાદથી આ રાજ્ય રાષ્ટ્રપતિ શાસન હેઠળ છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, સત્ર દરમિયાન, વર્ષ 2025-26 માટે ગ્રાન્ટની માંગણીઓ અને સંબંધિત વિનિયોગ બિલ પર ચર્ચા અને મતદાન કરવામાં આવશે.
બીજા તબક્કા દરમિયાન બેંકિંગ કાયદા (સુધારા) બિલ, કોસ્ટલ શિપિંગ બિલ 2024, ઇમિગ્રેશન અને વિદેશી બિલ 2025 અને રેલ્વે (સુધારા) બિલ સહિત અનેક કાયદાઓ પર પણ ચર્ચા હાથ ધરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ